



રવિ પૂજારીને અમદાવાદ લાવવામાં આવ્યો છે. 20 જુલાઈના દિવસે રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ રવિ પૂજારીના રિમાન્ડની માગ કરશે. રવિ પૂજારી સેનેગલમાં એન્ટોની ફર્નાન્ડિઝના નામથી રહેતા હતો. રવિ પૂજારી સામે ધમકીઓ, ખંડણી, હત્યા સહિતના 200 ગુના દાખલ છે. ગુજરાતમાં રવિ પૂજારી સામે 30 ગુનાઓ નોંધાયા છે. બોરસદના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પાસે ખંડણી માગી હતી. સાથે સોપારી લઇ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.2017માં ચંદ્રેશ પટેલ નામના શખ્સે સોપારી આપી હતી. બોરસદમા કોર્પોરેશનની ચૂંટણી હારી જતા સોપારી આપી હતી. અગાઉ પોલીસે શાર્પસૂટર સુરેશ પિલ્લાઇની પણ ધરપકડ કરી હતી. સુરેશ પિલ્લાઇના સાગરીત શબ્બીર મોમિનની ધરપકડ કરાઇ હતી. આ સાથે ચંદ્રેશ પટેલના મિત્ર ઘનશ્યામની ધરપકડ કરી હતી. ગુનામાં ઘનશ્યામના સાઢુભાઈ શ્યામગીરી પણ સામેલ હતો.