સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ વરસાદની આગાહી
Aastha Magazine
સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ વરસાદની આગાહી
ગુજરાત

સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ સુધી ૭.૧૭ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૨૧.૬૯% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે સુરત-નવસારી-વલસાડ, ભરૃચ-ડાંગ-તાપી-દમણ-દાદરા નગર હવેલી-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-દીવ-વડોદરા-નર્મદા-સુરત-નવસારી, મંગળવારે નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી, ગુરુવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ, શુક્રવારેે ડાંગ-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આ સિવાય અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઉકળાટમાં રાહત અનુભવાઇ હતી. આજે સરેરાશ મહત્તમ તાપમાન ૩૨.૯ અને હવામાં ભેજનું પ્રમાણ ૮૮% નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી ૩ દિવસ હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે.

Related posts

ઉ. ગુજરાતમાં હાંજા ગગડાવતી 9.7 ડિગ્રી ઠંડી આબુમાં માઈનસ 2 ડિગ્રી

aasthamagazine

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાંની શક્યતા

aasthamagazine

મોદીનો ૭૧મો જન્મદિન : કેવડિયામાં વિવિધ પ્રોજેક્ટો ખુલ્લા મૂકશે

aasthamagazine

સૌરાષ્ટ્રમા ફરીવાર માવઠાની આગાહી : ઠંડી વધશે

aasthamagazine

પેટ્રોલ પંપ ફ્રી સર્વિસીસ – 07/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાત : બેરોજગાર લોકોની આત્મહત્યામાં દેશમાં ચોથા ક્રમે

aasthamagazine

Leave a Comment