રાજકોટ–અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલ
Aastha Magazine
રાજકોટ–અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલ
ગુજરાત

રાજકોટ–અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેકટની સમીક્ષા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ–રાજકોટ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેકટમાં કેંદ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સાથે ગાંધીનગરમાં કેંદ્રીય રેલવે મંત્રીએ ફળદાયી બેઠક યોજી હતી. ગઈકાલે ગાંધીનગર રેલવે સ્ટેશન તેમજ અન્ય રેલવે પ્રોજેકટના પ્રધાનમંત્રીના હસ્તે થયેલા વચ્ર્યુઅલ લોકાર્પણમાં ગાંધીનગર થી પ્રત્યક્ષ સહભાગી થવા રેલવે મંત્રી ગુજરાતની મુલાકાતે હતા અને મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર્રના ૧૧ જિલ્લાઓની આ સેમી હાઇસ્પિડ રેલ માર્ગ અમદાવાદ સાથેની કનેકિટવિટી વધુ સુવિધાપૂર્ણ, ઝડપી, માર્ગપરના ટ્રાફીકને હળવો કરનારી અને પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશનને વેગ આપનારી બનશે. અમદાવાદ–રાજકોટ વચ્ચેનું ૨૨૫ કિમીનું અંતર આ સેમી હાઇસ્પિડ રેલની ૨૨૦ કિમી પ્રતિકલાકની ઝડપના પરિણામે બે કલાકથી પણ ઓછા સમયમાં પુ થશે. આ પ્રોજેકટના ડીપીઆર વેસ્ટર્ન રેલવે દ્રારા તૈયાર કરીને ભારત સરકારના રેલ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યા છે તે પણ નિર્ણાયક આખરી તબક્કામાં છે.સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેકટ શ થતા રાજકોટ સૌરાષ્ટ્ર્રના લોકો ઝડપથી અમદાવાદ આવીને અને ભવિષ્યમાં અમદાવાદ–મુંબઇ બુલેટ ટ્રેન થતા એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર્રથી મુંબઇ જઇને પરત આવવાની સગવડ મેળવી શકશે. મુખ્યમંત્રીએ ફાટક મુકત ગુજરાતનો જે સંકલ્પ કર્યેા છે અને રાયના શહેરો, નગરોમાં રેલવે ફાટકને પરિણામે ટ્રાફીક સમસ્યા, ઈંધણ અને સમયનો જે વ્યય થાય છે તે દુર થાય, લોકોને ઇઝ ઓફ લિવિંગ–ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન મળે તેવો આ પ્રોજેકટનો મુળ હેતુ છે. વિજયભાઇ રૂપાણીનાએ કેન્દ્રીય રેલવેમંત્રી સાથે ફાટકમુકત ગુજરાત સંદર્ભે પણ ફળદાયી પરામર્શ કર્યેા હતો. રેલવે મંત્રાલય દ્રારા આ હેતુસર મળી રહેલા સહયોગ માટે પણ મુખ્યમંત્રીએ રેલ મંત્રાલયનો આભાર વ્યકત કર્યેા હતો.

Related posts

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પોતાની બે દિવસીય ગુજરાત યાત્રા પર

aasthamagazine

ગીર : જેને સિંહ જોવા હોય તે ઝૂમાં જઇને જુએ : હાઇકોર્ટ

aasthamagazine

What Is Physiotherapy And Its Important- 11/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

સપ્ટેમ્બર મહિનો આખો રાજ્યમાં મેઘ મહેરની સંભાવના

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 20/01/2022

aasthamagazine

Speed News – 25/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment