#ફરીથી વધ્યા પેટ્રોલના ભાવ, મુંબઈમાં 108 રૂપિયા પ્રતિ લિટર
Aastha Magazine
ફરીથી વધ્યા પેટ્રોલના ભાવ, મુંબઈમાં 108 રૂપિયા પ્રતિ લિટર
માર્કેટ પ્લસ

ફરીથી વધ્યા પેટ્રોલના ભાવ, મુંબઈમાં 108 રૂપિયા પ્રતિ લિટર

પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત નવી ઉંચાઈ સર કરી રહ્યા છે. કોરોના કાળમાં ઈંધણના ભાવોએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. બે દિવસના અંતરે આજે એટલે કે શનિવારે એક વાર ફરીથી પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઓપેક દેશો વચ્ચે તેલ ઉત્પાદન માટે કોઈ સામાન્ય સંમતિ ન થવાના કારણે છેલ્લા અમુક દિવસોમાં ઈંધણના ભાવોમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યો છે જેના કારણે ભારતમાં પણ ઈંધણના ભાવ આકાશને આંબી રહ્યા છે. આજે જ્યાં પેટ્રોલની કિંમતોમાં 26-34 પૈસાનો વધારો જોવા મળ્યો ત્યાં ડીઝલના ભાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ડીઝલમાં છેલ્લે 15 જુલાઈએ ફેરફાર કરવામાં આવ્યો હતો.
દિલ્લીઃ 101.84 રૂપિયા પ્રતિ લિટર મુંબઈઃ 107.83 રૂપિયા પ્રતિ લિટર ચેન્નઈઃ 102.49 રૂપિયા પ્રતિ લિટર કોલકત્તાઃ 102.08 રૂપિયા પ્રતિ લિટર બેંગલુરુઃ 105.25 રૂપિયા પ્રતિ લિટર અમદાવાદઃ 98.40 રૂપિયા પ્રતિ લિટર પટનાઃ 104.73 રૂપિયા પ્રતિ લિટર જયપુરઃ 108.71 રૂપિયા પ્રતિ લિટર હૈદરાબાદઃ 105.83 રૂપિયા પ્રતિ લિટર

ડીઝલના ભાવ દિલ્લીઃ 89.87 રૂપિયા પ્રતિ લિટર મુંબઈઃ 97.45 રૂપિયા પ્રતિ લિટર ચેન્નઈઃ 94.39 રૂપિયા પ્રતિ લિટર કોલકત્તાઃ 93.02 રૂપિયા પ્રતિ લિટર અમદાવાદઃ 97.09 રૂપિયા પ્રતિ લિટર બેંગલુરુઃ 95.26 રૂપિયા પ્રતિ લિટર પટનાઃ 95.51 રૂપિયા પ્રતિ લિટર જયપુરઃ 99.02 રૂપિયા પ્રતિ લિટર હૈદરાબાદઃ 97.96 રૂપિયા પ્રતિ લિટર

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.

Related posts

સરકારે ખાદ્યતેલ પર ટેક્સ ઘટાડ્યો : 15 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે

aasthamagazine

દર ગુરુવારે પેટ્રોલ પંપ માલિકો પેટ્રોલ-ડીઝલનો જથ્થો નહિ ઉપાડે

aasthamagazine

પેટ્રોલ, ડીઝલ વઘુ મોંઘા : સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારી માર

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

ગુજરાત : 8 મહિનામાં 1376 લક્ઝુરિયસ કારનું વેચાણ

aasthamagazine

વરસાદની ખેંચના કારણે કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના

aasthamagazine

Leave a Comment