



પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે. આજે પેટ્રોલ 31-39 પૈસા અને ડીઝલ 15-21 પૈસા પ્રતિ લિટર સુધી મોંઘુ થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે સોમવારે પેટ્રોલ 28 પૈસા મોંઘુ થયુ હતુ જ્યારે ડીઝલ 16 પૈસા સસ્તુ થયુ હતુ. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 4 મેથી અત્યાર સુધી 40 વાર પેટ્રોલ અને 38 વાર ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. જુલાઈ મહિનામાં અત્યાર સુધી 7 દિવસ પેટ્રોલના ભાવ વધ્યા છે. વળી, ડીઝલના ભાવ ચાર વાર વધ્યા છે. તમને જણાવી દઈએ કે 135 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે. અત્યાર સુધી 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે. વળી, ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે જ્યાં પેટ્રોલની કિંમત 112.90 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 103.15 રૂપિયા પ્રતિ લિટર છે.
દિલ્લીઃ 101.54 રૂપિયા પ્રતિ લિટર મુંબઈઃ 107.54 રૂપિયા પ્રતિ લિટર ચેન્નઈઃ 102.23 રૂપિયા પ્રતિ લિટર કોલકત્તાઃ 101.74 રૂપિયા પ્રતિ લિટર બેંગલુરુઃ 104.94 રૂપિયા પ્રતિ લિટર અમદાવાદઃ 98.63 રૂપિયા પ્રતિ લિટર પટનાઃ 103.91 રૂપિયા પ્રતિ લિટર જયપુરઃ 108.40 રૂપિયા પ્રતિ લિટર હૈદરાબાદઃ 105.52 રૂપિયા પ્રતિ લિટર