



શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 6 ઓગસ્ટના રોજ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનીયરીંગ જેવા અભ્યાસક્રમ માટે ગુજકેટ ફરજીયાત છે.રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહાના ગ્રુપ-એ,બી અને એ.બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 6 ઓગસ્ટ શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે. સાથે જ જૂન-2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન સ્કૂલોમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનમ, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિતના NCERTના પાઠ્યપુસ્તનો અમલ થશે. NCERT આધારીત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા ત્રીસ ટકા ઘટાડા બાદ નક્કી કરેલા 70 ટકાના અભ્યાસક્રમ પ્રવર્તમાન ગુજકેટની પરીક્ષા માટે રહેશે.