વસતિ નિયંત્રણ : ગુજરાત સરકારે પણ યુપીના ધોરણે કાયદો ઘડવા ચક્રો ગતિમાન
Aastha Magazine
વસતિ નિયંત્રણ : ગુજરાત સરકારે પણ યુપીના ધોરણે કાયદો ઘડવા ચક્રો ગતિમાન
ગુજરાત

વસતિ નિયંત્રણ : ગુજરાત સરકારે પણ યુપીના ધોરણે કાયદો ઘડવા ચક્રો ગતિમાન કર્યાં છે : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

વસતિ નિયંત્રણ બાબતે ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને જરૂરી લાગશે તો યુપી સરકારની જેમ વિધાનસભામાં ખાસ બિલ લાવવામાં આવશે. ગાંધીનગર ખાતે મહારાષ્ટ્ર ભવનના લોકાર્પણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વસતિ નિયંત્રણ અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાત સરકાર આ અંગે અભ્યાસ કરી રહી છે. દેશની અલગ-અલગ સરકારો દ્વારા રાજ્યોમાં જુદી જુદી રીતે વસતિ નિયંત્રણ માટે કવાયત હાથ ધરી છે, ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યમાં વસતિ નિયંત્રણ માટે અભ્યાસ કરશે. જોકે આ કામગીરી અંતર્ગત કેટલાક સમયથી સરકાર દ્વારા આરોગ્ય વિભાગની સાથે કેટલીક કામગીરી કરવામાં આવી રહી હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું.ગુજરાતમાં ઘણાં વર્ષ પહેલાં વસતિ નિયંત્રણ બાબતે શરૂઆત થઈ છે. ઉત્તરપ્રદેશમાં રાજ્ય સરકારે વસતિ નિયંત્રણ માટેના કાયદાનો મુસદ્દો જાહેર કરવાની સાથે જ ગુજરાત સરકારે પણ યુપીના ધોરણે કાયદો ઘડવા ચક્રો ગતિમાન કર્યાં છે. પ્રત્યાઘાતો-પરિણામોનો અભ્યાસ શરૂ કર્યો છે. મહત્ત્વની બાબત એ છે કે યુપી તથા ગુજરાત એમ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે અને આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

Related posts

5 વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું

aasthamagazine

LRDની 10 હજાર જગ્યાઓ માટે 11 લાખથી વધુ ફોર્મ ભરાયા

aasthamagazine

Speed News – 19/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાત: ગેંગ રેપ બાદ યુવતીએ ટ્રેનમાં કરી આત્મહત્યા : ડાયરીમાં થયા અનેક ઘટસ્ફોટ

aasthamagazine

રેકોર્ડ બ્રેક ગરમી પડશે, માર્ચ, એપ્રિલ-મેમાં આટલું તાપમાન રહેશે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

Leave a Comment