ગાંધીનગર : આધુનિક રેલવે સ્ટેશન બન્યું છે એવું
Aastha Magazine
ગાંધીનગર : આધુનિક રેલવે સ્ટેશન બન્યું છે એવું
ગાંધીનગર સમાચાર

ગાંધીનગર : આધુનિક રેલવે સ્ટેશન બન્યું છે એવું હજુ સુધી દેશમાં ક્યાં બન્યું નથી

ગાંધીનગરમાં એવું રેલવે સ્ટેશન બન્યું છે જેવું હજુ સુધી દેશમાં ક્યાં બન્યું નથી. આ રેલવે સ્ટેશનમાં ઘણી આધુનિક સુવિધાઓ છે. અહીં અલગથી પ્રાર્થના રૂમ અને બેબી ફિડિંગ રૂમ બનાવવામાં આવ્યા છે.સ્ટેશનની અંદર બનેલા આ ગેટની મદદથી મુસાફરો ટ્રેનથી ઉતરીને સીધા હોટલમાં પહોંચી શકશે. ફાઇવ સ્ટાર બિલ્ડિંગની નીચે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ટિકિટ વિંડો પાસે જ લિફ્ટ અને એસ્કાલેટર લગાવવામાં આવ્યું છે. જેથી લોકોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં કોઇ સમસ્યા નહી થાય.

સ્ટેશન પરિસર પર બનેલી નવી બિલ્ડિંગમાં એન્ટ્રી ગેટ, બુકિંગ, લિફ્ટ એસ્કલેટર, બુલ સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ સહિત તમામ સુવિધાઓ છે. તો બીજી તરફ અહીં બનેલી દિવાલો પર ગુજરાતના અલગ-અલગ મોન્યુમેન્ટ તસવીર પણ બનાવી છે. જેમાં રેલવે સ્ટેશનની અંદર બનેલી અયોધ્યા રામ મંદિરની તસવીર લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.

રેલવે સ્ટેશનની ઉપરની સાઇડ પર 300 રૂમની એક ફાઇવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે, જે હોટલ લીલા ગ્રુપ દ્વારા ચલાવવામાં આવશે. ગાંધીનગર રેલવે સ્ટેશન પર બનેલી આ ફાઇવ સ્ટાર હોટલની ખાસ વાત એ છે કે આ ગાંધીનગરની સૌથી ઉંચી બિલ્ડિંગ છે.આ બિલ્ડિંગથી લોકો આખા ગાંધીનગર, મહાત્મા મંદિર અને વિધાનસભાને એક જ લાઇનમાં જોઇ શકશે. અહીંથી મહાત્મા મંદિર અને દાંડી કુટીર ચાલતા જઇ શકે છે. ભારતીય રેલવેને નવું રૂપ આપવાના પીએમ મોદીના વિઝનની શરૂઆત ગુજરાતના ગાંધીનગર રેલવે સ્ટેશનથી થઇ છે.

આ રેલવે સ્ટેશન પર બનેલી 5 સ્ટાર હોટલથી લોકોને ફાયદો થશે. આગામી દિવસોમાં લોકોને હોટલ માટે પરેશાની વેઠવી નહી પડે.ડિઝાઇન એ પ્રકારે બનાવવામાં આવી છે કે નીચેના પાટા પર ટ્રેનો વડે કોઇ ધ્રૂજારી અથવા ઘોંઘાટ હોટલમાં સંભળાયો નથી. તેમણે કહ્યું કે ‘ભારતમાં ગાંધીનગર પહેલું રેલવે સ્ટેશન હશે જ્યાં પાટાની ઉપર 5 સ્ટેશન હોટલની સુવિધા હશે

Related posts

ગુજરાત રાજ્યના CM બદલાઈ શકે છે ? વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/02/2022

aasthamagazine

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયો જાહેર કરાયા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

ગુજરાત : આજથી તમામ મંત્રીઓ નવા જોશ સાથે એક્શનમાં આવી ગયા

aasthamagazine

ગાંધીનગર : મેટ્રો રેલ માટે 1 હજાર વૃક્ષો કપાશે

aasthamagazine

Leave a Comment