PAAS : અલ્પેશ કથિરીયાને જામીન
Aastha Magazine
PAAS : અલ્પેશ કથિરીયાને જામીન
રાજકારણ

PAAS : અલ્પેશ કથિરીયાને જામીન મળતાં જેલ બહાર

લાજપોર જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથિરીયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપતાં આજે જેલમુક્તિ થઈ છે. લાજપોર જેલ બહાર અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ સહિત પાસના કાર્યકરો ઉમટી પડ્યાં હતાં. લાજપોર જેલથી સ્વાગત થયા બાદ અલ્પેશ કથિરીયાએ મિની બજાર ખાતે સરદારની પ્રતિમાને હારતોરા કર્યા હતાં. જ્યાં ભીડ વધુ એકઠી થતાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થયો હતો.જય પાટીદાર.. જય સરદારના નારા સાથે અલ્પેશ કથિરીયાને જેલ મુક્ત થતાં જ વધાવી લેવાયો હતો.

લાજપોર જેલમાંથી અલ્પેશ કથિરીયા સીધો વરાછા મિની બજાર માનગઢ ચોક ખાતે પહોંચ્યો હતો. વાહનોના કાફલા સાથે વરાછા વિસ્તાર આવેલા અલ્પેશે સરદાર પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને પોતાના ઘરે જવા નીકળ્યો હતો. આ દરમિયાન લોજપોર જેલ અને મિનિ બજાર ખાતે મોટી સંખ્યામાં યુવકો હાજર રહેતા સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યાં હતાં.કોંગ્રેસ નેતા અને એક વખતે પાસના સર્વે સર્વા રહેલા હાર્દિક પટેલ પણ અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે સુરત આવ્યાં હતાં. જેમણે કહ્યું હતું કે, અમારો મિત્ર અને સાથીદાર જેલમુક્ત થતો હોય તેનો સ્વાભાવિક આનંદ હોય, હું તેના સ્વાગત માટે આવ્યો છું. સમાજ માટે ગરીબો માટેની લડાઈ ચલાવનાર દરેક વ્યક્તિએ સાથે મળીને હજુ પણ વધુ લડાઈ કરવાની છે. જે આગામી સમયમાં પણ ચાલું રહેશે.લાજપોર જેલની બહાર કોંગ્રેસના હાર્દિક પટેલ સહિત પાસ અને આપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં

Related posts

સુરત : ગોપાલ ઇટાલીયાના પુતળાનું દહન, ધાર્મિક લાગણી દુભાયાનો મામલો

aasthamagazine

ભવાનીપૂર બેઠક પર મમતાએ 58,832 મતથી મેળવી જીત

aasthamagazine

મમતા બેનર્જીની પાર્ટી ગુજરાતમાં થશે સક્રિય ?

aasthamagazine

નવા CMની પસંદગીની ચર્ચા શરૂ : અમિત શાહ અમદાવાદ આવશે

aasthamagazine

કોંગ્રેસ સહિત 19 વિપક્ષી પાર્ટીઓ 20 સપ્ટેમ્બરથી રસ્તા પર ઉતરશે!

aasthamagazine

રાજ્યનાં 33 જિલ્લામાં નવા પ્રભારી સચિવની નિમણૂંક

aasthamagazine

Leave a Comment