



હિમાચલ પ્રદેશમાં અતી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પુર આવ્યું હતું, જેને પગલે અનેક મકાનો અને કાર પાણીમાં તણાઇ ગયા હતા. ખરાબ વાતાવરણને કારણે ધર્મશાળામાં એરપોર્ટને પણ બંધ કરી દેવું પડયું હતું. જ્યારે જિલ્લા પ્રશાસને પર્યટકોને કહ્યું છે કે હાલ ભારે વરસાદને કારણે તેઓએ આ પ્રદેશની મુલાકાત માટે આવવાનું ટાળવું જોઇએ.ભાગસુનાગમાં એક સરકારી સ્કૂલની બિલ્ડિંગ ધરાશાઇ થઇ ગઇ હતી. ભારે વરસાદને કારણે ધર્મશાળા તરફ આવતી દરેક ફ્લાઇટ્સને કેંસલ કરી દેવામાં આવી હતી. માંઝીખાદ વિસ્તારમાં બે બિલ્ડિંગો ધરાશાઇ થઇને પાણીમાં વહી ગઇ હતી.
પઠાણકોટ મંડી હાઇવે પરના એક પુલને પણ ભારે પુરને કારણે નુકસાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં સમગ્ર પરિસ્થિતિ પર નજર રખાઇ રહી છે. ઓથોરિટી રાજ્ય સરકારના સંપર્કમાં છે. જે પણ શક્ય હશે તે દરેક પ્રકારની મદદ પુરી પાડવામાં આવશે. જે લોકો આ પુરનો ભોગ બન્યા છે અને મુશ્કેલીમાં મુકાયા છે