NEET પરીક્ષા પદ્ધતિમાં ફેરફારઃ
Aastha Magazine
NEET પરીક્ષા પદ્ધતિમાં ફેરફારઃ
એજ્યુકેશન

NEET પરીક્ષા પદ્ધતિમાં ફેરફારઃ ચાર વિષયોમાં કુલ ૨૦૦ પ્રશ્નો

ધો.૧૨ સાયન્સ પછીના મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની નીટ (નેશનલ એલેજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ)માં આ વર્ષે મોટો ફેરફાર કરવામા આવ્યો છે અને પરીક્ષા પદ્ધતિ જ બદલી દેવાઈ છે.જે મુજબ હવે ચાર વિષયોમાં કુલ ૨૦૦ પ્રશ્નો પુછાશે પરંતુ વિદ્યાર્થીએ જવાબ ૧૮૦ પ્રશ્નોના જ આપવાના રહેશે અને પરીક્ષા કુલ ૭૨૦ માર્કસની જ રહેશે.નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ૨૦૨૧ની નીટ માટેની નવી એક્ઝામ પેટર્ન જાહેર કરવામા આવી છે.જે મુજબ હવે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બોટની અને ઝૂલોજી સહિતના ચાર વિષયોની પરીક્ષા રહેશે.અગાઉ ફિઝિક્સ,કેમિસ્ટ્રી અને બાયોલોજી એમ ત્રણ વિષયમાં પરીક્ષા લેવાતી હતી.અગાઉ દરેક વિષયમાં ૬૦-૬૦ પ્રશ્નો હતા અને કુલ ત્રણ સેશન સાથે ૧૮૦ પ્રશ્નો હતા.જેમાં દરેક પ્રશ્નના ૪ માર્કસ સાથે ૭૨૦ માર્કસની પરીક્ષા હતી.આ વર્ષની પરીક્ષામાં નવી પેટર્નમાં કુલ માર્કસ ૭૨૦ જ રાખવામા આવ્યા છે પરંતુ વિદ્યાર્થીઓને હવે કુલ ૨૦૦ પ્રશ્નો પુછાશે જેમાં પરીક્ષા ૧૮૦ પ્રશ્નોની જ રહેશે. પરંતુ ૨૦ પ્રશ્નો વધારાના હશે. નવી પેટર્ન મુજબ કુલ ચાર વિષયની પરીક્ષામા દરેક વિષયમાં સેકશન એ-માં ૩૫ અને સેકશન -બીમાં ૧૫ પ્રશ્નો હશે. દરેક વિષયમાં સેકશન એ અને બી સાથે ૫૦ પ્રશ્નો સહિત ચાર વિષયના કુલ ૨૦૦ પ્રશ્નો પુછાશે.પરંતુ વિદ્યાર્થી દરેક વિષયમાં સેકશન-બીમાં ૧૫ પ્રશ્નોમાંથી કોઈ પણ ૧૦ પ્રશ્ન પસંદ કરી શકશે. સેકશન -એના ૩૫ પ્રશ્નોના ૧૪૦ માર્કસ અને સેકશન -બીના ૧૫ પ્રશ્નોના ૪૦ માર્કસ હશે. ૧૫માંથી ૧૦ પ્રશ્નો ગણાશે.જેથી ૧૦ પ્રશ્નોના પ્રશ્ન દીઠ ૪ માર્કસ સાથે ૪૦ માર્કસ ગણાશે. કુલ ૨૦૦ પ્રશ્નોમાંથી વિદ્યાર્થીએ ૧૮૦ જ એેટેન્ડ કરવાના રહેશે અને કુલ ૭૨૦ માર્કસની જ પરીક્ષા રહેશે.પરંતુ આ નવી પેટર્નમાં વિદ્યાર્થીને બાયોલોજીના બદલે ઝુલોજી અને બોટનીના અલગ અલગ પ્રશ્નો પુછાશે

Related posts

ગુજરાતની શાળાઓમાં કોરોના વિસ્ફોટ સુરતમાં 532 વિદ્યાર્થીઓ પોઝિટીવ

aasthamagazine

કોરોનાના ડર વચ્ચે ધો. 6થી 8ના વર્ગ શરૂ થશે

aasthamagazine

ધો. 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા 28થી 30 જુલાઈ

aasthamagazine

GTUની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી ઓફલાઈન લેવાશે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

ગુજરાત: રોડ સેફ્ટીના નિયમો ધોરણ 9-12 ના અભ્યાસક્રમ લેવાશે

aasthamagazine

Leave a Comment