વરસાદ મન મુકીને વરસતા ખેડુતોના જીવમાં જીવ આવ્યો
Aastha Magazine
વરસાદ મન મુકીને વરસતા ખેડુતોના જીવમાં જીવ આવ્યો
ગુજરાત

વરસાદ મન મુકીને વરસતા ખેડુતોના જીવમાં જીવ આવ્યો

લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પહેલા રાઉન્ડ બાદ વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પાક નિષ્ફળ જવાની નોબત આવી ગઈ હતી. હવે વરસાદ મન મુકીને વરસતા ખેડુતોના જીવમાં જીવ આવ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતી વચ્ચે આવનારા 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભુમી દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે નોંધાયો છે. વરસાદને લઈને ભોગાત-ભાટીયા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો છે.અમરેલી જિલ્લામાં ધારી પંથકમાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. ધારી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધારી તાલુકાના ગોપાલગ્રામ, હુડલી, ઝર, મોરઝર, ઢોલરવા, સરસિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વાવણી બાદ વરસાદથી ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકોને ફાયદો થશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ અને બરડા પંથકમાં વરસાદ નોંધાયો છે. વેરાવળની વાત કરીએ તો વેરાવળમાં પણ વહેલી સવારથી જ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે વેરાવળ શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વેરાવળ પાસેથી પસાર થતી દેવકા નદીમા નવા નીર આવ્યા હતા.

Related posts

ગુજરાત : જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવને લઈને સરકારે કરી જાહેરાત

aasthamagazine

Speed News – 16/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

મુસાફરી દરમિયાન મ્યુઝિકની મજા માણતા ત્રણ પોલીસકર્મી સસ્પેંડ

aasthamagazine

રાજ્યમાં ભારે વરસાદની આગાહી : હવામાન વિભાગ

aasthamagazine

નીતિન પટેલની સુરક્ષા વધારી દેવામાં આવી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

Leave a Comment