



રાજકોટ નજીક ખંઢેરી ખાતે નિર્માણાધીન એઇમ્સ સાઇટની મુલાકાત લઇ રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુએ એઇમ્સ અને માળખાગત પાયાની નાગરિક સેવાઓ સાથે જોડાયેલા મુખ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે એમ્સ ખાતે મીટીંગ યોજી હતી.આ અંગે કલેકટરે જણાવ્યું હતું કે, છેવાડાના સામાન્ય નાગરિક અને ગરીબ માણસ ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. એઈમ્સ પણ આ ઉમદા સેવા અને ઉદ્દેશનું કેન્દ્ર બને તે માટે ઝડપી કામગીરી કરવા દરેક મુદ્દે ઝીણવટ ભર્યું અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું.એઈમ્સ સુધી પહોંચવા 90 મીટર, 30 મીટર અને હાલનો 10 મીટરનો હયાત રસ્તો તેમજ ફોરટ્રેક, ફલાય ઓવર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, વીજળી પાણી અને વરસાદી પાણીના નિકાલ, પરિવહનને એકબીજાની લિંક આપી આગામી 50 વર્ષની જરૂરિયાત ધ્યાનમાં રાખીને કોરીડોર વિકસે તે માટે રજુઆત કરવામાં આવશે. આ ઉપરાંત કલેકટરે એઇમ્સની કામગીરીમાં સ્થાનિક લોકોને રોજગારી આપવા સૂચન કર્યુંરાજકોટ એઇમ્સ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2021થી ઓપીડી શરૂ કરવાના ધ્યેય સાથે સિવિલ વર્ક ઝડપથી પૂર્ણ થાય તે માટે તબકકાવાર કામગીરી આગળ વધી રહી છે.જિલ્લા કલેકટર સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોનો અમને ખૂબ સહકાર મળી રહ્યો છે તેમ જણાવી અમારી ટીમ ગરીબ લોકોને રાજકોટમાં વહેલાસર સેવા સારવાર મળે તે માટે સરકાર અને એઈમ્સની હાઇવે ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે.