મુંબઈ એરપોર્ટ ગૌતમ અદાણીના હાથમાં
Aastha Magazine
મુંબઈ એરપોર્ટ ગૌતમ અદાણીના હાથમાં
રાષ્ટ્રીય

મુંબઈ એરપોર્ટ ગૌતમ અદાણીના હાથમાં

અદાણી ગ્રુપે મંગળવારે મુંબઈ એરપોર્ટનું ટેકઓવર કરી લીધું છે. મુંબઈ એરપોર્ટ ચલાવનારી કંપની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં અદાણી ગ્રુપની કંપનીનો 74% હિસ્સો હશે.
મુંબઈ એરપોર્ટને તૈયાર કરનારી GVK ગ્રુપ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાંથી એક્ઝિટ થઈ ગઈ છે. GVK ગ્રુપની સંપૂર્ણ 50.5% ભાગીદારી અને બીજી બે વિદેશ કંપનીઓના 23.5% સ્ટેક અદાણી એન્ટરપ્રાઈઝની સબ્સિડિયરી કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પોતાના નામે કરી લીધી છે. બચી ગયેલા 26% એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની પાસે રહેશે.
મુંબઈ એરપોર્ટ દેશનું સૌથી બિઝી એરપોર્ટ છે. અહીં ભારતનો લગભગ એક તૃતિયાંશ એર ટ્રાફિક જોવા મળે છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે હવે આ એરપોર્ટ દેશના 33% એર કાર્ગો ટ્રાફિકને પણ કંટ્રોલ કરશે.
આ ડેવલપમેન્ટ પર ગૌતમ અદાણી ટ્વીટ કરીને કહ્યું કે વર્લ્ડ ક્લાસ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટને ટેકઓવર કરીને ઘણી જ ખુશી અનુભવી રહ્યાં છે. અમે વાયદો કરીએ છે કે મુંબઈને નવા મેનેજમેન્ટ પર ગર્વ હશે. અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટને વધુ આરામદાયક બનાવશે. અમે એન્ટરટેઈનમેન્ટ અને લક્ઝરીના મોરચે પણ નવું ભવિષ્યનું એરપોર્ટ ઊભું કરીશું.

Related posts

વરસાદના વાંકે કૃષિ પાક પર સંકટ સર્જાયુ છે

aasthamagazine

મન કી બાત : હું હંમેશા સેવામાં વ્યસ્ત રહેવા માંગુ છું : PM મોદી

aasthamagazine

નરેન્દ્ર મોદી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

aasthamagazine

કાબુલથી લાવવામાં આવ્યા ગુરુ ગ્રંથ સાહિબના ત્રણ સ્વરૂપ

aasthamagazine

દિલ્હી : વાયુ પ્રદૂષણને જોતાં શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા

aasthamagazine

આઇટી પોર્ટલની ખામીઓ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દૂર કરવા ઇન્ફોસિસને અલ્ટિમેટમ

aasthamagazine

Leave a Comment