વસતી નિયંત્રણ : બે બાળક પેદા કરે છે તો તેને માટે કોઈ વધારાનો લાભ કે છૂટ નહી આપવામાં આવે
Aastha Magazine
વસતી નિયંત્રણ : બે બાળક પેદા કરે છે તો તેને માટે કોઈ વધારાનો લાભ કે છૂટ નહી આપવામાં આવે
ગુજરાત

વસતી નિયંત્રણ : બે બાળક પેદા કરે છે તો તેને માટે કોઈ વધારાનો લાભ કે છૂટ નહી આપવામાં આવે.

ગુજરાત સરકારે પણ ઉત્તરપ્રદેશની જેમ કાયદો ઘડવા ચક્રોગતિમાન કર્યા છે ઉપરાંત સંભવિત પ્રત્યાઘાતો-પરિણામોનો અભ્યાસ શરૂ કર્યો છે. મહત્વની બાબત એ છે કે યુપી તથા ગુજરાત એમ બંને રાજયોમાં ભાજપનું શાસન છે અને આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજવાની છે.
રાજય સરકારે ભલે કોઇ ચોકકસ નિર્ણય લીધો નથી પરંતુ નિષ્ણાંતોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે અને નાગરિકો તરફથી કેવા પ્રત્યાઘાતો મળે તે વિશે પુછાણ કરવામાં આવી રહ્યું છે. રાજય સરકાર દ્વારા ઉતરપ્રદેશના વસતી નિયંત્રણ કાયદા વિશે અભ્યાસ કરવામાં આવી જ રહ્યો છે.જનસંખ્યા નિયંત્રણ બિલના રૂપમાં લાવવામાં આવી રહેલ આ પ્રસ્તાવમાં એક બાળક નીતિને પ્રોત્સાહિત કરવા માટેની અનેક જોગવાઈ કરવામાં આવી છે. ઉદાહરણ સ્વરૂપ જો કોઈ દંપતી એક બાળકના જન્મ પછી ઓપરેશન કરાવી લે છે (અને બીજુ બાળક પેદા ન કરવાની વાત કરે છે ) તો ઓપરેશન કરાવનારા પતિ કે પત્નીને 50 હજારની આર્થિક સહાયતા આપવામાં આવે. આ ઉપરાંત એક બાળક છોકરો હોય તો 50 હજાર રૂપિયા અને છોકરી હોય તો એક લાખની આર્થિક મદદ આપવામાં આવે. આ ઉપરાંત આ બાળકના અભ્યાસ સમયે કેન્દ્રીય વિદ્યાલમાં એડમિશન, મેડિકલ-એંજિનિયરિંગ કે મેનેજમેંટ જેવા વ્યવસાયિક કોર્સ કરવા દરમિયાન પ્રાથમિકતા સાથે પ્રવેશ અને ફી મા માફી આપવામાં આવે એવી જોગવાઈ કરવામાં આવી છે. બિલમાં કહેવામાં આવ્યુ છે કે કોઈ દંપતી બે બાળક પેદા કરે છે તો તેને માટે કોઈ વધારાનો લાભ કે છૂટ નહી આપવામાં આવે.
આ બિલમાં એવા દંપતિ માટે સખત કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે કે જેમના બેથી વધુ બાળકો છે. આ બિલ મુજબ જો કોઈ દંપતી સરકારી નોકરીમાં હોય અને હજી પણ ત્રણ બાળકો પેદા કરે તો તેમની સરકારી નોકરી સમાપ્ત થવી જોઈએ. આ ઉપરાંત આવા દંપતીને મત આપવાનો, રાજકીય પક્ષ બનાવવાનો અથવા પંચાયતથી લોકસભા કક્ષા સુધી કોઈપણ પ્રકારની ચૂંટણી લડવાનો અથવા આ સંસ્થાઓમાં ઉમેદવારી નોંધાવવાનો અધિકાર કાયમ માટે પ્રતિબંધ લગાવવાની જોગવાઈ છે.

Related posts

રાજ્યમાં હજુ કોલ્ડવેવની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ

aasthamagazine

સાસણ : સિંહ દર્શન સફારી પાર્ક ઓનલાઇન વેબ સાઇટ પર પરમીટ ફુલ

aasthamagazine

દૂધમાં બે, દહીંમાં પાંચ, મિઠાઈમાં ૨૦નો વધારો

aasthamagazine

કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં કોલ્ડ વેવની અસર

aasthamagazine

સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છુટછાટ

aasthamagazine

સાપ્તાહિક રાશિભવિષ્ય – 31/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment