ગાંધીનગર : રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે પીએમ મોદી
Aastha Magazine
ગાંધીનગર : રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે પીએમ મોદી
ગાંધીનગર સમાચાર

ગાંધીનગર : રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે પીએમ મોદી

નરેન્દ્ર મોદી તા.૧૬મી જુલાઇ શુક્રવારે બપોરે ૪ કલાકે ગુજરાતના પાટનગર ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ પામેલા રેલ્વે સ્ટેશન, આધુનિક ફાઇવસ્ટાર હોટેલના વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. મહાત્મા મંદિર, ગાંધીનગરનું નવિનીકરણ પામેલું અદ્યતન રેલ્વે સ્ટેશન અને ૩૧૮ રૂમની સુવિધાવાળી ફાઇવ સ્ટાર હોટેલ આ ત્રણેય સ્થળો એકબીજાની નજીકમાં હોવાથી ગુજરાતમાં આ એક નવલું નજરાણું બનશે. પ્રધાનમંત્રી આ સાથે સાયન્સસિટી માં નિર્માણ થયેલા ત્રણ નવિન પ્રકલ્પોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે.વડાપ્રધાનગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને પણ વર્ચ્યુઅલ પ્રસ્થાન સંકેત આપી આ નવી ટ્રેન સેવાનો શુભારંભ કરાવવાના છે.પ્રધાનમંત્રીના હસ્તે આ પ્રસંગે સુરેન્દ્રનગર-પીપાવાવ ર૬૬ કિ.મીટર રેલ્વે ઇલેકટ્રીફિકેશન કામગીરીનો લોકાર્પણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા-વરેઠા (વડનગર સ્ટેશન સહિત)ના ઇલેકટ્રી ફાઇડ બ્રોડગેજ રેલ ખંડનો પ્રજાર્પણ કરશે. આ બધા જ લોકાર્પણોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થશે.

Related posts

ગાંધીનગર : વરસાદી પાણી ફરી વળતા તંત્રની પોલ ખુલી જવા પામી

aasthamagazine

પોલીસ અધિકારીએ મારી પાસે આવીને સમય બગાડવો નહીં : ગૃહમંત્રી હર્ષ સંઘવી

aasthamagazine

Speed News – 15/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગાંધીનગર : 15 વર્ષ જૂનાં વાહનો ભંગાર ભેગા થશે

aasthamagazine

ગાંધીનગરમાં સ્વામિનારાયણ મંદિર પાસે દોઢ વર્ષના બાળકને તરછોડી યુવક ફરાર

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

Leave a Comment