ધો. 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ
Aastha Magazine
ધો. 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ
એજ્યુકેશન

ધો. 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા 28થી 30 જુલાઈ

15મી જુલાઈથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 અને 12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે શિક્ષણ બોર્ડે સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખની જાહેરાત કરી દીધી છે. જે મુજબ આગામી 28થી 30 જુલાઈ વચ્ચે ધો.12 સાયન્સના રીપીટર વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા યોજાશે.

અગાઉ પ્રેક્ટિકલ પરીક્ષામાં ચૂકી ગયેલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી પ્રેસ નોટ જાહેર કરીને પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ધો.12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પરીક્ષા આપવાની રહેતી નથી. પરંતુ રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયોની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની થાય છે. મહાનગરપાલીકા વિસ્તારમાં આવતા પરીક્ષા કેન્દ્રો સિવાસના અન્ય પરીક્ષા કેન્દ્રોમાં અગાઉ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાઈ ચૂકી છે.પરીક્ષામાં કોરોનાના કારણે ગેરહાજર રહેલા રિપીટર વિદ્યાર્થીઓ પણ પ્રેક્ટિકલ પરીક્ષા આપી શકશે. આ માટે તેમણે RTPCR ટેસ્ટ રિપોર્ટની નકલ અને તમામ મેડિકલ રિપોર્ટ સાથે અરજીની ફાઈલ 21 જુલાઈ 2021 સુધીમાં બોર્ડમાં જમા કરાવવાની રહેશે.

ધો.12 સાયન્સના રિપીટર્સની હોલટીકીટ અપલોડ
આ પહેલા 5મી જુલાઈએ વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની હોલટીકીટ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ હોલટીકીટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાની અરજી મુજબ વિષયો/માધ્યમોની ખરાઈ કરીને તેમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડવા સાથે સહી કરવાની રહેશે. હોલટીકીટમાં પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ આચાર્યના સહી-સિક્કા કરીને પરીક્ષાર્થીને આપવાની રહેશે. વિદ્યાર્થીઓને સમય પર હોલટીકીટ ડાઉનલોડ કરીને કોઈ ફેરફાર હોય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીનો સંપર્ક કરવા માટે કહેવાયું છે.

વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની માંગણી
​​​​​​​કોરોનાની મહામારીમાં સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર થઈ છે. મહામારીના કારણે ઘણા સમય શાળા-કોલેજો બંધ હતા. ધોરણ 10-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને સરકારે આખરે માસ પ્રમોશન આપ્યું હતું. તેઓની પરીક્ષા કોરોનાના કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ સરકારે ધોરણ 10 -12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું નથી. તેમની પરીક્ષા 15 જુલાઈએ યોજાવાની છે.

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

ધોરણ 10-12 ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને કોર્ષમાં રાહત નહી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

બિનખેતી પરમિટના હુકમમાં બાંધકામ માટેની ‘સમયમર્યાદા’ જ હટાવી દેવાઈ

aasthamagazine

આત્મીય યુનિવર્સિટી : બારસો કન્યાઓને સમૃધ્ધિ યોજનાનાં એકાઉન્ટ ખોલાવી આપ્યાં

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 16/02/2022

aasthamagazine

Leave a Comment