



અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ છે. ભગવાન જગન્નાથજીની વહેલી સવારમાં થતી મંગળા આરતીમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા, તેમની સાથે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્તાન કરાવ્યું હતું. તેમની સાથે નીતિન પટેલ, પ્રદિપ સિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી દીધી છે.