



નાનામવા સ્થિત આઈશ્રાી ખોડીયાર મંદિર – કૈલાશધામ આશ્રામે રવિવારે સાંજે ૩૦ જેટલા ભાવિકો દ્વારા ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન શુભદ્રાના વાઘા બદલાવાયા હતા અને નવા વાઘા સાથે આકર્ષક શણગાર થયો હતો. જેમાં ભગવાનના આંખે પાટા બંધિ નેત્ર વિધી થઇ હતી. સોમવારે સવારે ભગવાનની આંખે બાંધેલા પાટા ખોલાશે અને તેમની કૃપા દ્રષ્ટિથી ભક્તો ધન્ય થશે. સોમવારે સવારે ૭.૩૦ વાગ્યે મંગળા આરતી અને પૂજન બાદ રથયાત્રા નીકળશે. દર વર્ષે ૧૯ કી.મી.ની નીકળતી રથયાત્રા આ વખતે ૨ કી.મી.માં જ પૂર્ણ થશે. મંદિરના મુખ્ય સ્વામી ત્યાગી મોહનદાસજી ગુરુ રામકિશોરદાસજી જણાવે છે કે, કોરોનાને લીધે આ વખતે અયોધ્યા, સોમનાથ, નાગનેશ સહીતથી ૨૫ થી ૩૦ સાધુ સંતો જ જોડાશે. શહેરના સાધુ – સંતો ઉપરાંત કલેકટર, મ્યુન્સીપલ કમિશ્નર, પોલીસ કમિશ્નર સહીતના જોડાશે. નિજ મંદિરથી મોકાજી સર્કલ, રૂડા તરફ્ના રોડ પર પાર્ટી પ્લોટવાળી શેરીમાંથી શાસ્ત્ર્રીનગર ગેઇટ અને ત્યાંથી મંદિરે પહોચી પૂર્ણ થશે. રથયાત્રા કોઈ જગ્યાએ દર્શન માટે ઉભી નહિ રહે અને મગનો પ્રસાદ પણ માત્ર મંદિરમાં જ સવારે ૧૦ઃ૩૦ થી રાત સુધી મળશે.રાજકોટમાં આજે રથયાત્રા, સીમિત સાધુ-સંતો જ જોડાશે- સોમવારે અષાઢી બીજના શહેરમાં નાનામવા સ્થિત કૈલાશધામ આશ્રામથી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને શુભાદ્રાજીના રથ સાથે સીમિત સાધુ – સંતો જ જોડાઈ શકશે અને કોરોના સંક્રમણ ન ફ્ેલાય તે માટે લોકો યાત્રામાં નહિ જોડાઈ શકે. રથયાત્રા કોઈ જગ્યાએ ઉભી નહિ રહે. ભક્તોને પ્રસાદ માત્ર મંદિરે જ મળશે. રાજકોટમાં ઈસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રા યોજાઈ છે. પરંતુ કોવિડકાળમાં ઈસ્કોન મંદિની રથયાત્રા પણ સ્થગિત રાખવામાં આવી છે.