દ્વારકાધીશ : ઠાકોરજીને ચાંદીના રથમાં બેસાડી પરીક્રમા
Aastha Magazine
દ્વારકાધીશ : ઠાકોરજીને ચાંદીના રથમાં બેસાડી પરીક્રમા
ધાર્મિક-ધર્મયાત્રા

દ્વારકાધીશ : ઠાકોરજીને ચાંદીના રથમાં બેસાડી પરીક્રમા

દ્વારકાના દ્વારકાધીશ મંદિરે આજે અષાઢીબીજની ભાવભેર ઉજવણી કરાઈ હતી. અષાઢીબીજે બપોરે મંદિર પરિસરમાં રથયાત્રા ઉત્સવ ઉજવાયો હતો. ઠાકોરજીના બાલ સ્વરૂપને ચાંદીના રથમાં બેસાડી બેન્ડવાજા, શરણાઈના સૂર સાથે વાજતે-ગાજતે મંદિર પરિસરમાં ચાર પરિક્રમા કરાવાઈ હતી. રથયાત્રા ઉત્સવ દરમિયાન ભાવિકો માટે મંદિર બંધ રખાયું હતું. માત્ર પુજારી પરિવાર દ્વારા ઉજવણી કરાઈ હતી.

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશની મંદિરે આજે અષાઢીબીજ નિમિતે બપોરે ર થી ૪ દરમિયાન રથયાત્રા ઉત્સવની ભકિતભાવપૂર્વક પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. શ્રીજીના બાલસ્વરૂપને ચાંદીના રથમાં બેસાડી બેન્ડવાજા, શરણાઈના શૂરો તથા ધૂન-ભજન સાથે મંદિર પરિસરમાં ચાર પરિક્રમા કરાવવામાં આવી હતી.

દરેક પરિક્રમા પૂર્ણ થયા બાદ ભોગ સામગ્રી ધરી ઠાકોરજીને આરતી કરવામાં આવી હતી. શ્રીજીના રથની ચોથી અને અંતિમ પરિક્રમા પૂર્ણ થયા બાદ ઠકોરજીના રથને મંદિર પટાંગણમાં દેવકીજીના મંદિર પાસે આવેલા સ્તંભરમાં પરંપરા મુજબ રથ અથડાવવામાં આવ્યો હતો. આ રથ અથડાવવાથી વાદળો બંધાય અને સારો વરસાદ પડે તેવી વાયકા છે.

આ ધાર્મિક પ્રસંગે શ્રીજીને ચાંદીના દિવ્ય રથ પર યાત્રા કરાવવાનું વિશેષ મહાત્મ્ય છે. કોરોનાની પરિસ્થિતિને લીધે રથયાત્રા ઉત્સવ સમયે ભાવિકોને પ્રવેશ અપાયો ન હતો. ભાવિકો માટે મંદિર બંધ રખાયું હતું. માત્ર પૂજારી પરિવાર દ્વારા ભગવાનનો રથ ખેંચી, પરિક્રમા કરાવી ભાવભેર રથયાત્રા ઉત્સવની ઉજવણી કરાઈ

Related posts

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

પૂ.હરિપ્રસાદ સ્વામીજીનો જીવનમંત્ર : આત્મીય બનો

aasthamagazine

પરાક્રમ પ્રદાન કરનાર મંગળ 28 નવેમ્બરના રોજ સાંજે 9.31 વાગ્યે ઉદય થશે

aasthamagazine

શ્રદ્ધાળુઓ માટે શિરડી મંદિરના કપાટ ખૂલી જશે

aasthamagazine

પાવાગઢઃ નવરાત્રીને લઈને દર્શનના સમયમાં ફેરફાર

aasthamagazine

રાજકોટ : ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કૂંડ મુકાશે

aasthamagazine

Leave a Comment