



કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ છેલ્લા બે દિવસથી ગુજરાતપ્રવાસે છે. જેમાં તેઓ આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વ યોજાતી મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે મંગળા આરતી બાદ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જેમાં સાંજે ૪ઃ૩૦ કલાકે અડાલજના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શારદા-મણી કોમ્યુનિટી સેન્ટરનું ઉદ્ઘાટન પણ તેમના દ્વારા કરવામાં આવશે. ૨૨૦૦ વ્યક્તિની ક્ષમતા અને રૃ. ૧૧ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ કોમ્યુનિટી સેન્ટરના ઉદ્ઘાટનમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી વિજય રૃપાણી પણ ઉપસ્થિત રહેશે.
ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસીસ ઓફ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સનું પણ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન થશે. આ ઉપરાંત યુનિવર્સિટીની વિશિષ્ટ લેબ અને અન્ય સેન્ટરની પણ મુલાકાત લેશે.