રિપીટર વિદ્યાર્થીઓ માસ પ્રમોશનની માંગ
Aastha Magazine
રિપીટર વિદ્યાર્થીઓ માસ પ્રમોશનની માંગ
એજ્યુકેશન

રિપીટર વિદ્યાર્થીઓ માસ પ્રમોશનની માંગ સાથે આંદોલન પર ઉતર્યા

રાજ્યમાં કોરોનાના કારણે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ 15 જુલાઈથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે રિપીટર વિદ્યાર્થીઓ માસ પ્રમોશનની માંગ સાથે આંદોલન પર ઉતર્યા છે. ગાંધીઆશ્રમ ખાતે રિપીટર વિદ્યાર્થીઓ એકઠા થઇ માસ પ્રમોશનની માંગ કરી હતી 15 જુલાઇથી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઇ રહી છે. ત્યારે ગાંધી આશ્રમ ખાતે આંદોલન કરી રહેલા રિપીટર વિદ્યાર્થીઓને ખસેડવા માટે રાણીપ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ગાંધીઆશ્રમમાં વિદ્યાર્થીને બહાર કાઢ્યા હતા અને કેટલાક વિદ્યાર્થીને અટકાયત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આર્ટિકલ 14 મુજબ સમાનતાનો અધિકાર મળવો જોઈએ તેવી અરજદારે રજૂઆત કરી છે. અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે એક જેવી પરિસ્થિતિના કારણે કાયદો બધા માટે સમાન છે.

નોંધનીય છે કે 13 જુલાઈએ હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. 15 જુલાઈથી શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કર્યું છે.

મહત્વનું છે કે, ધોરણ 10 બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈથી પરીક્ષા શરૂ થવાની છે. અને બોર્ડની વેબસાઈટ પર હોલટિકિટ પણ જાહેર કરી દેવાઈ છે. gseb.org અને gsebht.in વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મેળવવાની રહેશે.

Related posts

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી : પેપર લિકની પરંપરા અકબંધ

aasthamagazine

ગુજકેટ 2022 પરીક્ષા માટે 25 જાન્યુ.થી ભરી શકાશે ફોર્મ

aasthamagazine

ગુજરાત : ધો.1થી 5ના ક્લાસ દિવાળી પછી શરૂ કરાશે

aasthamagazine

સીબીએસઈ ધો.12નું પરિણામ જાહેર : માસ પ્રમોશનમાં પરિણામ 99.37%

aasthamagazine

GTUની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી ઓફલાઈન લેવાશે

aasthamagazine

શિક્ષણ વિભાગ પરિપત્ર બહાર પાડશે. નિયમોનો કડકાઈથી અમલ કરાશે : જીતુ વાઘાણી

aasthamagazine

Leave a Comment