ગાંધીનગર : સોમવારથી ખૂલશે અક્ષરધામ મંદિર
Aastha Magazine
ગાંધીનગર : સોમવારથી ખૂલશે અક્ષરધામ મંદિર
ગાંધીનગર સમાચાર

ગાંધીનગર : સોમવારથી ખૂલશે અક્ષરધામ મંદિર

ગાંધીનગર ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ સવારે ૧૦ કલાકે દર્શનાર્થીઓ માટે પુનઃ ખુલ્લુ મુકાશે.
દર્શનાર્થીઓ અને ભાવિક ભક્તો આ ભવ્ય સાંસ્કૃતિક પરિસરના દર્શન હવેથી કરી શકશે. દર્શન કરવા માટે હાલનું સમયપત્રક: સવારે ૧૦:૦૦ કલાકથી થી 7:30 કલાક દરમિયાન અક્ષરધામ પરિસરમાં પ્રવેશ મળી શકશે.
અક્ષરધામ મંદિરના દર્શન, પ્રદર્શન ખંડો, બુકસ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને દરરોજ સાંજે 7:45 કલાકે યોજાતા વોટરશોને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. નીલકંઠ અભિષેક પૂજા વિધિ હાલ પૂરતુ બંધ રહેશે.
દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન પોતાના અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે કોરોના મહામારી અંગેના સરકારના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર પરિસરમાં તેઓએ માસ્ક સતત પહેરી રાખવાનું રહેશે તેમ જ સોશિયલ ડીસ્ટન્સીન્ગનુ પણ પાલન કરવાનું રહેશે. પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલા થર્મલ સ્ક્રીનીંગ અને હેન્ડ સેનિટાઈઝેશન
ફરજીયાત રહેશે. સામાન્ય કરતાં વધુ તાપમાન ધરાવતા તેમજ covid-19ના લક્ષણો ધરાવતા મુલાકાતીઓને પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.રથયાત્રાના દિવસે સોમવાર હોવાથી તે દિવસે સોમવારથી અક્ષરધામ શરૂ થશે.

Related posts

ગાંધીનગર : વરસાદી પાણી ફરી વળતા તંત્રની પોલ ખુલી જવા પામી

aasthamagazine

કેબિનેટ બેઠક : પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય

aasthamagazine

પોલીસ અધિકારીએ મારી પાસે આવીને સમય બગાડવો નહીં : ગૃહમંત્રી હર્ષ સંઘવી

aasthamagazine

ગાંધીનગર એસ ટી ડેપોને ડિસેમ્બર સુધીમાં 20 ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે

aasthamagazine

ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી : ભાજપ અને આપ વચ્ચે માથાકૂટ

aasthamagazine

ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યમાં ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી

aasthamagazine

Leave a Comment