



શનિવારે (10 જુલાઈ, 2021) ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, આજે ચાર મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 30-39 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં લિટર દીઠ 24-32 પૈસાનો વધારો થયો છે. આ પહેલા બુધવાર અને ગુરુવારે સતત 2 દિવસ કિંમતમાં વધારો કર્યા પછી શુક્રવારે કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100.91 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 89.88 રૂપિયા છે. આવા શહેરોની સંખ્યા સતત વધી રહી છે, જ્યાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 રૂપિયાને વટાવી ગઈ છે.ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ અનુસાર, છૂટક કિંમત (10 જુલાઈ 2021)
દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર 100.91 રૂપિયા અને ડીઝલ 89.88 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 106.93 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 97.46 છે.
કોલકાતામાં પેટ્રોલ આજે લિટર દીઠ 101.01 રૂપિયા અને ડીઝલ 92.97 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નાઇમાં પેટ્રોલ લિટર દીઠ 101.67 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લિટર છે.
બેંગ્લોરમાં પેટ્રોલ 104.29 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લિટર છે.
પટનામાં પેટ્રોલ 103.18 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.46 રૂપિયા પ્રતિ લિટર છે.
ચંદીગઢમાં પેટ્રોલ પ્રતિ લિટર 97.04 રૂપિયા અને ડીઝલ 89.51 રૂપિયા પ્રતિ લિટર છે
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ કયા છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે