ચોમાસુ સક્રિય થશે!, ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી
Aastha Magazine
ચોમાસુ સક્રિય થશે!, ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી
ગુજરાત

ચોમાસુ સક્રિય થશે!, ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે. શનિવારથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાવાનું શરૂ થશે. જેમાં પ્રથમ દિવસે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. રવિવારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડશે અને અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. સોમવારથી દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી પણ હવામાન ખાતાએ કરી છે.

શુક્રવારે સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં વલસાડના વિવિધ વિસ્તારમાં છુટો છવાયો વરસાદ થયો હતો. જેમાં અમરેલીના ખાંભા તાલુકામાં સાંજે એક કલાકમાં પોણા ઈંચ જેટલો વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. આમ રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થઈ રહ્યું છે.

ચાર દિવસ દરમિયા ક્યાં કેટલો વરસાદ પડશે

શનિવાર: ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસગર, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડશે.

રવિવાર: પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડશે. દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં આજે અસહ્ય ઉકળાટ વચ્ચે આકાશમાં કાળાડીંબાગ વાદળો છવાયા હતા પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. જયારે અમરેલી પંથકમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું અને અમરેલી, ખાંભા, લીલીયા, સાવરકુંડલા, લાઠી, રાજુલા, સાવરકુંડલામાં 1 થી 2 ઈંચ વરસાદ પડયો છે. આ વરસાદને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી ગઈ છે.

Related posts

શિયાળાનું આગમન, વહેલી સવારે ગુલાબી ઠંડી

aasthamagazine

ત્રીજી લહેરની ભીતિ હોવાથી મેળા યોજવા યોગ્ય નથી: રૂપાણી

aasthamagazine

ગુજરાતમાં 2 વર્ષમાં મહિલાઓ પરના હુમલામાં ત્રણ ગણો વધારો

aasthamagazine

નરેન્દ્ર મોદી .12મી જુલાઇએ ગુજરાત પ્રવાસે

aasthamagazine

Speed News – 27/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજ્યમાં ફરી ભારેથી અતિભારે વરસાદ પડશે : હવામાન વિભાગ

aasthamagazine

Leave a Comment