



સોમવારને 12 જુલાઈ એટલે કે અષાઢી બીજથી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર થશે. ઋતુ બદલતા હવે મંદિરના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવારથી અંબાજી ખાતે સવારે 7.30થી 8 વાગ્યે આરતી થશે. તો ભક્તો સવારે 8થી સાડા અગિયાર સુધી દર્શન કરી શકશે. બપોરે 12થી સાડા બાર વાગ્યે રાજભોગ થશે. ત્યારબાદ સાડા બારથી સાંજે સાડા ચાર સુધી દર્શન થઈ શકશે. સાડા ચારથી સાંજના 7 વાગ્યા સુધી મંદિર મંગળ થશે. સાંજે 7થી સાડા સાત વાગ્યે આરતી થશે. ત્યારબાદ ભક્તો રાત્રીના 9 વાગ્યા સુધી દર્શન કરી શકશે.
૧૨ / ૭ / ૨૦૨૧ થી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે .
આરતી સવારે – ૭:૩૦ થી ૮:૦૦
દર્શન સવારે – ૮:૦૦ થી ૧૧:૩૦
મંદિર મંગળ – ૧૧:૩૦ થી ૧૨:૦૦
રાજભોગ બપોરે – ૧૨:૦૦ થી ૧૨:૩૦
દર્શન બપોરે. – ૧૨:૩૦ થી ૧૬:૩૦
મંદિર મંગળ – ૧૬:૩૦ થી ૧૯:૦૦
આરતી સાંજે – ૧૯:૦૦ થી ૧૯:૩૦
દર્શન સાંજે – ૧૯:૩૦ થી ૨૧:૦૦
સેનેટાઈઝેશન કરી થર્મલ સ્ક્રિનિંગથી પ્રવેશ મેળવવાનો રહેશે. ટ્રસ્ટ તરફથી સોશલ ડિસ્ટસિંગ જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એટલુ જ નહી શ્રદ્ધાળુઓએ મંદિરમાં કોઈ જગ્યાએ અડવાનું નથી. સાથે જ દંડવત પ્રણામ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.