



કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ’ ના વધતા પ્રકોપના પગલે આ વખતે આ યાત્રા કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખી પુરીમાં જ નિકાળવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોવિડ 19 ને કારણે, આ યાત્રા સમગ્ર રાજ્યમાં કાઢવી શક્ય નથી.રાજ્ય સરકારે પણ સમગ્ર રાજ્યમાં ‘રથયાત્રા’ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ કેટલાક લોકો સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, અને માંગ કરી હતી કે, બારીપાડા, સાસંગ અને ઓડિશામાં રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ કોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવતા તમામ અરજીઓ ફગાવી દીધી છે.’પુરી જગન્નાથ રથયાત્રા’ દર વર્ષે અષાઢના શુક્લ પક્ષની બીજથી શરૂ થાય છે અને 8 દિવસ પછી દશમમાં સમાપ્ત થાય છે, આ વખતે બીજ 12 જુલાઇએ છે. ઉલ્લેખનિય છેકે ચાર ધામમાંથી એક, પુરીનું જગન્નાથ મંદિર, ભગવાન શ્રીકૃષ્ણને જગન્નાથ તરીકે પૂજવામાં આવે છે અને સાથે તેમના મોટા ભાઈ બલારામ અને બહેન સુભદ્રાની પણ પૂજા કરવામાં આવે છે. રથયાત્રામાં ત્રણેય લોકોના રથ નિકળે છે.રથયાત્રામાં ત્રણ રથ છે, જેમાં આગળ તાલ ધ્વજ પર શ્રી બલારામ, તેની પાછળ પદ્મ ધ્વાજા રથ પર માતા સુભદ્રા અને પાછળ નંદઘો નામના રથ પર શ્રી જગન્નાથ છે. ‘તાલધ્વજ રથ’ 65 ફુટ લાંબો, 65 ફુટ પહોળો હોય છે. તેમાં 7 ફુટ વ્યાસના 17 પૈડાં હોય છે. ભગવાન જગન્નાથ કરતાં બલારામ અને સુભદ્રા બંનેના રથ નાના છેરથ’ માનવ શરીર સાથે જોડાયેલા તરીકે જોવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન જગન્નાથ રથના રૂપમાં આત્માના શરીરમાં રહે છે. ‘રથયાત્રા’ શરીર અને આત્માના જોડાણને સૂચવે છે, તેથી શ્રી જગન્નાથનો રથ ખેંચીને લોકો પોતાને ભગવાનની નજીક લાવે છે કારણ કે જો આત્મા શુદ્ધ રહે છે, તો માણસ કદી મુશ્કેલીમાં નહીં આવે.