



કોરોનાની લહેર થમતા શાળા કોલેજો શરૂ કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં ૧પ જુલાઇથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ-૧ર, ઉચ્ચ શિક્ષણ અને ટેકનીકલ કોલેજ-શિક્ષણ સંસ્થાઓને પ૦ ટકા કેપેસીટી સાથે શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. કોરોનાની લહેર થમતા શાળા કોલેજો શરૂ કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં ૧પ જુલાઇથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ-૧ર, ઉચ્ચ શિક્ષણ અને ટેકનીકલ કોલેજ-શિક્ષણ સંસ્થાઓને પ૦ ટકા કેપેસીટી સાથે શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.રાજ્યમાં ધોરણ-૧ર ઉચ્ચત્તર માધ્યમિકની ૮૩૩૩ શાળાઓના ૬ લાખ ૮ર હજાર વિદ્યાર્થીઓ અને સરકારી, અનુદાનિત, સેલ્ફ ફાયનાન્સ તેમજ યુનિવર્સિટીઓની કુલ ૧૬૦૯ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં ૮ લાખ ૮પ હજાર ર૦૬ વિદ્યાર્થીઓ આ સિવાય ઇજનેરી, ફાર્મસી અને પોલિટેકનીક કોલેજ મળીને કુલ ૪૮૯ ટેકનીકલ શિક્ષણ સંસ્થાઓમાં ર લાખ ૭૮ હજાર ૮૪પ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.