



જૂલાઈમાં કુલ 15 દિવસ બેંક બંધ રહેવાની છે. તેથી આવનારા અઠવાડીયામાં બેંક રજાઓ આવી રહી છે. આવતી કાલ એટલે કે શનિવારથી આગામી અમુક દિવસો સુધી અલગ અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેવાની છે.
10-11 જુલાઈ એ સાપ્તાહિક રજા છે
જણાવી દઈએ કે, બીજો શનિવાર હોવાથી બેંકોમાં આવતીકાલે એટલે કે 10 મી જુલાઈની રજા છે અને રવિવાર હોવાને કારણે 11 અને 18 જુલાઇના રોજ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત તહેવારોને કારણે બેંકો સોમવારથી આવતા શનિવાર સુધીમાં કુલ 9 દિવસ માટે બંધ રહેશે. દરમિયાન, 15 જુલાઇએ રજા નથી. RBI અનુસાર, આ બેંકની રજા જુદા જુદા રાજ્યો અનુસાર નક્કી કરવામાં આવે છે, તેથી બેંકો ફક્ત તે જ રાજ્યોમાં કામ કરશે નહીં, જ્યાં રજાઓ નક્કી કરવામાં આવી છે.
1.) 10 જુલાઈ 2021 – બીજો શનિવાર
2.) 11 જુલાઈ 2021 – રવિવાર
3.) 12 જુલાઈ 2021 – સોમવાર – કાંગ (રાજસ્થાન), રથયાત્રા (ભુવનેશ્વર, ઇમ્ફાલ,)
).) 13 જુલાઈ 2021 – મંગળવાર – ભાનુ જયંતિ (શહીદ દિવસ- જમ્મુ-કાશ્મીર, ભાનુ જયંતિ- સિક્કિમ)
5.) 14 જુલાઈ 2021 – દ્રુકપા શેશી (ગંગટોક)
6.) 16 જુલાઈ 2021 – ગુરુવાર – હરેલા પૂજા (દહેરાદૂન)
7.) 17 જુલાઈ 2021 – ખાર્ચી પૂજા (અગરતલા, શિલ્લોંગ)
8.) 18 જુલાઈ 2021 – રવિવાર
9.) 19 જુલાઈ 2021 – ગુરુ રિમ્પોચે થુંગકર ત્સેશુ (ગંગટોક)
10.) 20 જુલાઈ 2021 – મંગળવાર – ઇદ અલ અધા (દેશવ્યાપી)
11.) 21 જુલાઈ 2021 – બુધવાર – બકરી ઈદ (આખા દેશમાં)