શુક્ર અને મંગળ ગ્રહો નજીક હોવાનો અવકાશી નજારો દેખાશે
Aastha Magazine
શુક્ર અને મંગળ ગ્રહો નજીક હોવાનો અવકાશી નજારો દેખાશે
Other

13 જુલાઈએ શુક્ર અને મંગળ ગ્રહો નજીક હોવાનો અવકાશી નજારો દેખાશે

તારીખ 13 જુલાઈના રોજ લોકો શુક્ર અને મંગળ ગ્રહ બંને એકબીજાની એકદમ નજીક હોવાનો અવકાશી નજરો નિહાળી શકાશે. અવકાશ વિજ્ઞાનના નિષ્ણાતો જણાવે છે કે, આ દિવસ બંને ગ્રહોનું અંતર માત્ર 0.5 અંશ કરતા પણ ઓછું હશે. શુક્ર અને મંગળની આ યુતિ સિંહ રાશિમાં થશે. હાલમાં તો શુક્ર અને મંગળ બંને કર્ક રાશિમાં છે.

મંગળ સુર્યની વધુને વધુ નીચે ખસશે
રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર નિલેશભાઈ રાણા જણાવે છે કે, મંગળ 10 જુલાઈના રોજ અને શુક્ર 12 જુલાઈના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. દરરોજ શુક્ર સૂર્યથી દૂર જતો તેમજ પશ્ચિમ આકાશમાં ઊંચે ચડતો જશે અને મંગળ વધુને વધુ નીચે સૂર્ય તરફ ખસતો દેખાશે. 11થી 14 જુલાઈ દરમિયાન આ જોડી સાથે પાતળો ચંદ્ર પણ જોડાશે અને દૃશ્યને વધુ મનમોહક બનાવશે. હાલમાં મંગળ તેની ભ્રમણકક્ષામાં પૃથ્વીથી પાછળ પડી રહ્યો હોવાથી તેની અને પૃથ્વી વચ્ચે અંતર વધતું જાય છે. આ કારણોસર તે વધુ અને વધુ ઝાંખો થતો જશે અને ઓગસ્ટ મહિના બાદ સાંજના આકાશમાં હોવા છતાં સૂર્યાસ્ત સમયે જે અજવાળું હોય છે તેમાં વિલીન થઇ જશે.

શુક્ર-મંગળ એકબીજાને અડતા હોવાનો ભાસ થશે
સામી બાજુએ શુક્ર આખા 2021 દરમિયાન એટલો જ ઝગમગતો અને તેજસ્વી દેખાશે. આ યુતિ એક નયનરમ્ય ખગોળીય ઘટના માત્ર છે જે છાશવારે બનતી રહે છે.​​​​​​​ આકાશમાં એકબીજાને અડતા દેખાતા મંગળ અને શુક્ર હકીકતમાં એક બીજાથી કરોડો કિલોમીટર દૂર હોવાના અને માત્ર આપણા એટલે કે પૃથ્વી પરના પરિપેક્ષથી એકબીજાને સ્પર્શ કરતા દેખાશે અથવા એવું કહી શકીએ કે સ્પર્શ કરતા હોય તેવો આભાસ ઉત્પન્ન કરશે. 13 જુલાઈના રોજ મંગળ પૃથ્વીથી 37 કરોડ કિલોમીટર અને શુક્ર 21 કરોડ કિલોમીટરના અંતરે હશે.

Related posts

આધારને PAN સાથે લિંક કરવા માટે સમય મર્યાદા 31 માર્ચ, 2022 કરવામાં આવી

aasthamagazine

Budget 2022: મોબાઈલ ફોન ચાર્જર, ટ્રાન્સફોર્મર્સ કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ

aasthamagazine

રશિયા યુક્રેન યુદ્ધમાં અસરગ્રસ્ત ભારતીયો માટે , મોરારીબાપુએ કરી સહાય

aasthamagazine

ઓમિક્રૉનના ભય વચ્ચે સરકારની નવી ગાઈડલાઈનનું જાહેરનામું

aasthamagazine

સિસ્ટમના પ્રભાવ હેઠળ મોટા ભાગના સ્થળોએ મેઘસવારી ચાલુ રહી શકે છે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/04/2022

aasthamagazine

Leave a Comment