માસ્કમુક્ત તરફ બ્રિટન
Aastha Magazine
માસ્કમુક્ત તરફ બ્રિટન
દેશ-વિદેશ

માસ્કમુક્ત તરફ બ્રિટન : માસ્ક પહેરવું કે ન પહેરવું એ હવે લોકોની મરજી!

યુનાઇટેડ કિંગ્ડમના નાગરિકોને ટૂંક સમયમાં માસ્કથી છુટકારો મળી શકે છે. કોરોનાના સંકટકાળની વચ્ચે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને અનુસરવું જરૂરી હતું, પરંતુ હવે વેક્સિનેશનની ઝડપી ગતિના કારણે UKમાં એનાથી છુટકારો મળવાનું નક્કી થઈ ગયું છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે આ જાહેરાત કરી હતી.

કોરોના પ્રતિબંધોને ઘટાડવા તરફ પગલાં ભરી રહ્યા
બોરિસ જોનસને કહ્યું હતું, લોકોએ કોરોના વાયરસથી સાથે જીવવાનું શીખવું પડશે, પરંતુ એની સાથે અમે પ્રતિબંધોને ઘટાડવા તરફ પણ પગલાં ભરી રહ્યા છીએ. ટૂંક સમયમાં બ્રિટનમાં લોકો ઇન્ડોર અથવા જાહેર સ્થળોએ માસ્ક પહેરવાથી છુટકારો મેળવશે, જ્યારે એક મીટરનું સોશિયલ ડિસ્ટન્સિંગથી પણ છુટકારો મળશે.બોરિસે જાહેરાત કરી હતી કે 19 જુલાઈથી આ પ્રતિબંધોને કાયદેસર રીતે દૂર કરી શકાય છે, પરંતુ હવે એ લોકો પર છોડી દેવામાં આવ્યું છે, એટલે કે જો કોઈ વ્યક્તિ માસ્ક પહેરવા ઈચ્છે છે અને સોશિયલ ડિસ્ટન્સને અનુસરવા માગે છે, તો તે કરી શકે છે, પરંતુ તેમ ન કરવા માટે તેની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં. જોકે એનો અંતિમ નિર્ણય 12 જુલાઇએ લેવામાં આવશે.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/02/2022

aasthamagazine

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

જમ્મુ એરબેઝ હુમલામાં ચીન કનેક્શન

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

Speed News – 16/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment