રાજકોટ : કાલાવડ રોડ કપાત માટે ડિમાર્કેશન :
Aastha Magazine
રાજકોટ : કાલાવડ રોડ કપાત માટે ડિમાર્કેશન :
રાજકોટ

રાજકોટ : કાલાવડ રોડ કપાત માટે ડિમાર્કેશન : ૮૩ મિલકતો કપાતમાં

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પિમ ઝોનના ગૌરવપથ કાલાવડ રોડને કેકેવી ચોકથી મોટામવા બ્રિજના છેડા સુધી પહોળો કરવા માટે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ લાગુ કરવામાં આવી હતી જે અંતર્ગત કુલ ૮૩ મિલકતો કપાતમાં જાય છે. આ તમામ મિલકતોના માલિકોના વાંધા–સૂચનો સાંભળવા માટે આજે સેન્ટ્રલ ઝોન કચેરીના કોન્ફરન્સ હોલમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને હિયરિંગ મિટિંગ યોજવામાં આવી હતી જેમાં કુલ ૮૩ મિલકતો પૈકી ૪૮ મિલકતોના માલિકો, ભાડૂઆતો, કબજેદારો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ૪૮ પૈકી એક પણ મિલકત ધારકે કપાત સામે વાંધો રજૂ કર્યેા ન હતો પરંતુ કપાતના વળતર સ્વરૂપે મળવાપાત્ર વિકલ્પ અંગે લેખિત રજૂઆતો કરી હતી. એક પણ વાંધો રજૂ નહીં થતા આવતીકાલથી કપાતનું ડિમાર્કેશન શરૂ કરી દેવાશે.
કાલાવડ રોડને ધી ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પેારેશન એકટ–૧૯૪૯ની કલમ–૨૧૦ અંતર્ગત લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળની દરખાસ્ત અન્વયે ટીપી સ્કિમ મુજબ હયાત કાલાવડ રોડને ૩૦ મીટરમાંથી ૩૬ મીટર પહોળો કરવા માટેની કપાત માટે આજે હિયરિંગ મિટિંગ યોજાઈ હતી. કપાતના ૮૩ અસરગ્રસ્તો પૈકી ૪૮ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી એક પણ મિલકત ધારકે કપાત સામે વાંધો રજૂ કર્યેા ન હતો. યારે મ્યુનિસિપલ કમિશનર દ્રારા કપાત સામે આપવામાં આવનાર વૈકલ્પિક વળતરની સમજણ આપવામાં આવી હતી જેમાં કપાતના વિકલ્પે જમીન સામે જમીન, જમીન સામે એફએસઆઈ અને જમીન સામે રોકડ વળતર આપવામાં આવશે તેવું જણાવાયું હતું. કપાત અંગે મળેલી લેખિત રજૂઆતો સાંભળી નિયમાનુસારની કરવાપાત્ર થતી કામગીરી કરાશે તેવી ખાતરી અપાઈ હતી.
કુલ ૮૩ મિલકતો પૈકી ૪૮ મિલકતોના માલીકો કે તેમના પ્રતિનિધિઓએ મિટિંગમાં હાજરી આપી હતી જયારે અન્ય ૩૫ મિલકતધારકો કે તેમના પ્રતિનિધિઓ કોઇપણ કારણોસર ઉપસ્થિત રહી શકયા ન હતાં. આમ છતાં તેમના તરફથી નિયત સમય મર્યાદામાં કોઇ વ્યાજબી અને નિયમોનું ઉલ્લંઘન ન થતું હોય તેવા પ્રકારની રજૂઆત આવશે તો તે સાંભળવામાં આવશે.
આત્મીય કોલેજ સંકુલ, ક્રિસ્ટલ મોલ સહિતની મિલકતોના માલિકો–તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. મહત્વપૂર્ણ છે કે ઉપરોકત કપાતમાં જી.ટી.શેઠ હાઇસ્કૂલ, કામદગીરી એપાર્ટમેન્ટ, ઉત્સવ પાર્ટી પ્લોટ, પરિમલ સ્કૂલ, આત્મીય કોલેજ કેમ્પસ અને યોગીધામ ગુરૂકુળ કેમ્પસ, ક્રિસ્ટલ મોલ, બ્રહ્મક્ષત્રિય વિધાર્થી ભવન, પિમ રાજકોટની તાલુકા મામલતદાર કચેરી, બે પેટ્રોલ પંપ, મ્યુનિ. સ્વીમિંગ પુલ, બીએસએનએલની મિલકત સહિત કુલ ૮૩ મિલકતો કપાતમાં જાય છે. હાલ કાલાવડ રોડ ૩૦ મીટર (૧૦૦ ફુટ) પહોળો છે અને આગામી દિવસોમાં બન્ને બાજુએ ૩–૩ મીટર (૧૦–૧૦ ફુટ) કપાત કરાશે

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 11/02/2022

aasthamagazine

રાજકોટના ખંઢેરી ખાતે રાજ્યની પ્રથમ એઇમ્સ ઓપીડી શરૂ

aasthamagazine

રાજકોટ : લોક મેળા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી

aasthamagazine

૨ાજકોટ : કોવિડ-19 : સ૨કા૨ી ગાઈડલાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં શોભાયાત્રા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

રાજકોટમાં અવિરત મેઘવર્ષા : મેઘરાજાનો મુકામ

aasthamagazine

Leave a Comment