



રાજ્યમાં 11 જુલાઈ પછી વરસાદ પડી શકે છે…સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે…જયારે 11 મી જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે….કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે 5 જુલાઈ સુધીમાં અંદાજીત 40.54 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે…ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 40.89 લાખ હેક્ટર વાવેતર થયુ હતું…આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 47.39 % વાવેતર થયુ છે…સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી…
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં 1,39,772 MCFT પાણીનો સંગ્રહ છે…જે કુલ સંગ્રહ શકિતના 41.84 % છે…રાજયના 206 જળાશયોમાં 2,05,440 MCFT પાણીનો સંગ્રહ છે…જે કુલ સંગ્રહ શકિતના 36.86 % છે