ગુજરાતના ત્રણ સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન
Aastha Magazine
ગુજરાતના ત્રણ સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન
રાજકારણ

ગુજરાતના ત્રણ સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા વિસ્તરણમાં ગુજરાતના રાજ્યસભા, લોકસભા સાંસદોની થયેલી નવનિયુક્તિ માટે હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે.

મુખ્યમંત્રીએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળના આ વિસ્તરણમાં ગુજરાતના ત્રણ સાંસદોને મંત્રીપદ આપ્યું છે. તે માટે પ્રધાન મંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે મંત્રી પરિષદમાં ગુજરાતના ત્રણ-ત્રણ સાંસદોને સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી છવાઈ છે.

મુખ્યમંત્રીએ હાલના કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પદોન્નતિ પામેલા મનસુખભાઈ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને આ નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા આ વિસ્તરણમાં ગુજરાતના લોકસભાના ત્રણ સાંસદઓ દર્શનાબેન જરદોશ (સુરત), દેવુસિંહ ચૌહાણ (ખેડા) અને ર્ડા.મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર)નો રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ થવા અંગે પણ અભિનંદન પાઠવ્યા છે.

મુખ્યમંત્રીએ આ નવનિયુક્ત મંત્રીઓ ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં પોતાનું યોગદાન અને રાજ્ય સરકારનું માર્ગદર્શન પણ કરતા રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી છે

Related posts

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાત બજેટ 2022-23 | Aasthamagazine.News

aasthamagazine

પાટીદાર સમાજે આપેલ યોગદાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશેઃ અમિત શાહ

aasthamagazine

ગુજરાત : પોલિટિકલ નાટક રાજ્ય માટે બહુ જ નુકસાન કરશે. : ઇસુદાન ગઢવી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 16/02/2022

aasthamagazine

16મીએ સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ

aasthamagazine

Leave a Comment