



ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના અને વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતાં થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા
મંગળવારે 8 રાજ્યના રાજ્યપાલને બદલવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. આ પહેલાં આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો હતો. બીજી તરફ, કર્ણાટકમાં પણ રાજ્યપાલ બદલાયા છે. વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતાં તેમની જગ્યાએ હવે થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા છે.