



બૉલિવુડ દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનુ 98 વર્ષની વયે આજે નિધન થઈ ગયુ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને તેમનેે ફેફસાની તકલીફને કારણે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. આજે સવારે 7.30 વાગે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં તેમનુ નિધન થયુ. તેમને 30 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બૉલિવુડમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.