



કેબિનેટ વિસ્તરણ પહેલા મોદી સરકારે નવા મંત્રાલયની રચના કરી છે. સહકારથી સમૃદ્ધિના લક્ષ્ય સાથે કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપ્ના કરી છે. આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા જરૂરી માળખુ પુરૂ પાડશે.કેન્દ્ર સરકાર દ્વારા સ્થપાયેલુ આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબુત કરવા જરૂરી વહીવટી, કાનૂની અને નીતિગત સપોર્ટ પુરો પાડશે. આ મંત્રાલયની રચના કરીને મોદી સરકારે પોતાનું વચન પૂરું કર્યું છે. આ મંત્રાલય સહકારી ક્ષેત્રને જમીની સ્તર સુધી પહોંચવામાં મદદ કરશે. જેનાથી સહકારી મંડળીઓ સાથે લોકોને મજબુત રીતે જોડી શકશે.ભારત જેવા દેશમાં સહકારી આધારીત વિકાસ મોડેલ વધારે યોગ્ય છે કારણ કે આ મોડેલમાં દરેક સભ્યની ભાગીદારી હોય છે. આ મંત્રાલય સહકારી ધોરણે વ્યાપારને સરળ બનાવશે. આ સિવાય મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ્સના વિકાસમા પણ યોગદાન આપશે.