



સોના-ચાંદીના ભાવમા વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને જારી કરેલા આજના સોનાના ભાવમાં 299 રૂપિયાનો વધારો થયો છે.ભારતીય બજારમાં સોનાના ભાવમાં વધારો થતા 10 ગ્રામ સોનાનો ભાવ 47758 પર પહોંચ્યો છે. પાછળના કારોબારી સત્રમાં સોનાનો ભાવ 47459 પર બંધ રહ્યો હતો. જેમાં 299 નો વધારો થતા ભાવ 47758 પર પહોચ્યો. ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 259 રૂપિયાના વધારા સાથે 69910 પ્રતિકિલો થઈ ગઈ. પાછળના સત્રમાં ચાંદી 69651 પર બંધ થઈ હતી.સોમવારની વાત કરીએ તો સોમવારે સવારે સોનુ 162 રૂપિયા તુટ્યુ હતુ. જેમાં સાંજ પડતા પડતા સામાન્ય વધારો જોવા મળ્યો હતો. 34 રૂપિયાના વધારા સાથે 24 કેરેડ સોનાના ભાવ 47459 નોંધાયા હતા. ચાંદીની વાત કરીએ તો સોમવારે સવારે 840 રૂપિયાના વધારા બાદ સાંજ પડતા પડતા 144 રૂપિયા તુટીને 69651 પર પહોંચી હતી