રાજકોટની સાત વિધાનસભાઑમાં ધર્માધાયકો કાર્યરત થશે
Aastha Magazine
રાજકોટની સાત વિધાનસભાઑમાં ધર્માધાયકો કાર્યરત થશે
પ્રેસ નોટ

પરમ ધર્મ સંસદ 1008 દ્વારા રાજકોટની સાત વિધાનસભાઑમાં ધર્માધાયકો કાર્યરત થશે

સનાતન વૈદિક હિન્દુ પરમ ધર્મ સંસદ 1008 એ વિશ્વભરમાં સનાતની હિન્દુજનોના પ્રશ્નોને વિશ્વસ્તર ઉપર વાચા આપતી હિન્દુઓના સર્વોચ્ચ ધર્માચાર્ય જગદગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત સંસ્થા છે. ધર્મ વિષયક નિર્ણય લઈ શાસ્ત્રીય પ્રતિપાદન દ્વારા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે કટિબદ્ધ એક પ્રકારે સંસદની ગરિમા મુજબ ની આ પરમધર્મ સંસદ છે. જેમાં પ્રત્યેક સંસદીય ક્ષેત્રમાથી ધર્માંસદોની નિયુક્તિ કરાઇ છે. તેવા સમગ્ર દેશમાંથી 544 પ્રતિનિધિઓ ઉપરાંત 281 ધર્મવિષયના તજજ્ઞ અને દેશની ચાર પીઠોમાં થી, ચાર ધામ માં થી, 12 જ્યોતિર્લિગ માં થી, 51 શક્તિ પીઠમાં થી, 5 વૈષ્ણવાચાર્યમાં થી, તમામ વૈદિક સંપ્રદાયો અને બિનહિન્દુ સંપ્રદાયના પ્રતિનિધિઓ તેમજ રાષ્ટ્રીય કક્ષાની તમામ રાજનૈતિક પાર્ટીઓમાંથી પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત વિદેશમાં જ્યાં હિન્દુ વસે છે તેવા દેશોમાં થી પણ એક એક પ્રતિનિધિ મળીને કુલ 1008 પ્રતિનિધિઓની આ સભાના પરમારાધ્ય પરમધર્માધીશ પુજ્યપાદ જ્યોતિષપીઠાધીશ્વર એવં દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતિજી મહારાજ છે. તેમજ પ્રવર ધર્માધીશ પુજ્યપાદ સ્વામીશ્રી: અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિજી મહારાજ છે. તેઓની નિશ્રામાં સનાતન ધર્મના પડકારો, પ્રશ્નો, વિચારો, પ્રકાશનો અને ધર્મ સંબંધી તમામ મોરચાઓનું સફળ સંચાલન થાય તે માટે 108 ભિન્ન ભિન્ન સેવાલયો ની સ્થાપના કરવામાં આવી છે.
આગળ ના તબક્કા માં રાજ્ય સ્તર ઉપર વિધાનસભાની તર્જ ઉપર એક પરમધર્મ સભા નું ગઠન પ્રત્યેક પ્રદેશમાં કરવામાં આવનાર છે. અને તે રીતે ગુજરાત રાજ્યમાં 182 ધર્મધાયકોની નિયુક્તિ કરવામાં આવનાર છે. જેના અનુસંધાને ગુજરાત રાજકોટના ધર્માંસદ હિરેનભાઈ જોશી દ્વારા રાજકોટમાં 7 વિધાન સભાઑના પ્રતિનિધિ અર્થાત ધર્માધાયકોની નિયુક્તિની આજ રોજ ઘોષણા કરવામાં આવી છે. જેમાં
(1) રાજકોટ પૂર્વ : શ્રી
(2) રાજકોટ પશ્ચિમ : શ્રી
(3) રાજકોટ દક્ષિણ : શ્રી
(4) રાજકોટ ગ્રામ્ય : શ્રી
(5) ટંકારા : શ્રી
(6) વાંકાનેર : શ્રી
(7) જસદણ – શ્રી…..
ની નિયુક્તિ કરવામાં આવેલ છે.
તમામ નવનિયુક્ત ધર્માધાયકો વિવિધ વિષયના જાણકાર અને સમાજના અગ્રણીઓ છે. તેઓ પોતપોતાના વિધાનસભાના ક્ષેત્રમાં સનાતન ધર્મ અંગે જાગૃતિનું કામ કરશે તેમજ સનાતન ધર્મ સામે ના પડકારોને વાચા આપવા ધર્મ સંબંધી પ્રશ્નોને વિવિધ માધ્યમો થી પ્રસારિત કરશે.
ટૂંક સમયમાં રાજ્યના 26 ધર્માંસદો અને 182 ધર્માધાયકોની ગુજરાત પરમધર્મ સભાનું અધિવેશન પ્રવર ધર્માધિશ સ્વામીશ્રી: અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિજી મહારાજની ઉપસ્થિતિમાં ગુજરાત ખાતે મળશે જેમાં અનેક સંતો મહંતો અને વિદ્વાનો પણ ઉપસ્થિત રહેશે.

Related posts

રાજકોટ : શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 97 માં રોટરી ક્લબ દ્વારા આયોજિત દેશભક્તિ સિમ્પલ રંગોળી સ્પર્ધા યોજાઈ

aasthamagazine

રાજકોટ : શાળા નંબર 93 વિદ્યાર્થીઓ માટે “ગુડ ટચ બેડ ટચ” વિષય પર સેમિનાર યોજાયો

aasthamagazine

રાજકોટ : શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નં 93માં દાનનો ધોધ

aasthamagazine

રાજકોટ : સિદ્ધિ જૈન ની અનેરી સિદ્ધિ : બેબી ફોટોગ્રાફી

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

રાજકોટ મહાનગરપાલિકા તથા રડીબા ચે. ટ્રસ્ટ નાં ઉપક્રમે પ્રતિમા સફાઇ

aasthamagazine

Leave a Comment