



રાજ્યની પ્રાથમિક શાળાઓ બાદ હવે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનો સમય પણ સવારનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્રારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડી શાળાઓનો સમય ૩૧ જુલાઈ સુધી સવારનો રાખવાનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં જુનના પ્રથમ સાહથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારભં થયો હતો. જોકે, નવા સત્ર સાથે જ કોરોનાના કેસોને ધ્યાને લઈ સરકાર દ્રારા શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણને મંજુરી આપી ન હતી. હાલમાં પણ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ જ ચાલી રહ્યું છે. સ્કૂલો ઓનલાઈન માધ્યમથી જ ચાલતી હોવાથી રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં સવારનો સમય રાખવા માટે પ્રાથમિક શિક્ષક સઘં દ્રારા રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે રાયની પ્રાથમિક શાળાઓમાં ૩૧ જુલાઈ સુધી શાળાઓ સવાર પાળીમાં ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આમ, રાયની પ્રાથમિક સ્કૂલો બાદ હવે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનો સમય પણ સવારનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરીના સંયુકત શિક્ષણ નિયામક એચ.એન. ચાવડા દ્રારા જાહેર કરાયેલા પરિપત્રમાં ૩૧ જુલાઈ સુધી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનો સમય સવારનો રહેશે.