



ગઈકાલે 55 વર્ષીય ઝીણાભાઈ ડેડવારિયાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી લેતાં આજે વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક ભાજપા તરફથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હોવાની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી છે. જોકે હાલમાં સિવિલ હોસ્પિટલ પહોંચેલી ચિલોડા પોલીસ દ્વારા તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગર ચોટીલાના ઝીણાભાઈ નાઝાભાઈ ડેડવારિયા ગઈકાલે ગાંધીનગર આવ્યા હતા અને ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા છાલા પાસેની પલક હોટલમાં રોકાયા હતા. સાંજ પડી ગઈ હોવાથી તેમણે જમવાનો ઓર્ડર આપ્યો હતો. થોડીવાર પછી હોટલનો કર્મચારી તેમને જમવાનું આપવા ગયો હતો. એ વખતે ઝીણાભાઈના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું અને તેઓ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. એને પગલે તેણે બૂમાબૂમ કરીને હોટલના અન્ય કર્મચારીઓને બોલાવી લીધા હતા. બાદમાં તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા