ગુજરાતમાં ચોમાસુ લંબાતા ખેડૂતોની ચિંતા વધી
Aastha Magazine
ગુજરાતમાં ચોમાસુ લંબાતા ખેડૂતોની ચિંતા વધી
રાષ્ટ્રીય

ગુજરાતમાં ચોમાસુ લંબાતા ખેડૂતોની ચિંતા વધી

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદનુ ક્યાય નામોનિશાન નથી. રાજ્યમાં વરસાદ નથી જેને લીધે લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. લોકો આશા રાખીને બેઠા છે કે ટૂંકમાં જ તેમને ત્યાં પણ વરસાદ પડશે. સૌથી વધુ ચિંતા જગતના તાતને છે.
રાજયમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ પાકનું વાવેતર કર્યુ છે તે નિષ્ફળ જાય તેવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોને જે વાવેતર કર્યુ છે તે વાવેતરને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય તેવી સ્થિતિ છે. આથી કિસાન સંઘ રાજય સરકારને સોમવારે રજૂઆત કરશે તેમ કિસાન સંઘના સત્તાવાર સૂત્રો જણાવ્યું હતું.
રાજ્યમાં કચ્છમાં ચોમાસાની અત્યારસુધીની સીઝનનો સરેરાશ 2.2 ઈંચ વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 3.66 ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો 4.80 ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીની કુલ સીઝનનો 3.3 ઈંચ જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યારસુધીનો કુલ 9.37 ઈંચ વરસાદ થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો, ગઈકાલથી આજસુધીમાં માત્ર એક જ તાલુકામાં વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં 24 કલાકમાં માત્ર 1 મિમી વરસાદ નોંધાયો હતો.

Related posts

સરકારે 6 લાખ કરોડની મિલકત વેચવા કાઢી

aasthamagazine

PM મોદી મન કી બાત`માં કહ્યું : ભ્રષ્ટાચાર દેશને ખોખલો કરે છે

aasthamagazine

મુંબઇ પોલીસે બે હજારની નકલી નોટો સાથે 7 લોકોની કરી ધરપકડ

aasthamagazine

પ્રચાર રેલીમાં અમિત શાહ પોતે પણ તેમાં માસ્ક વિના દેખાયા

aasthamagazine

Speed News – 05/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

હિન્દુ-મુસ્લિમના પૂર્વજો એક જ છે, અંગ્રેજોએ ખોટી ધારણા આપી : મોહન ભાગવત

aasthamagazine

Leave a Comment