



ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ હિંદુ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેને લઈને હજી પણ મામલો થાડે પડતો દેખાતો નથી. તેને લઈને રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પૂતળા દહન દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલીયાના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.