



શહેરમાં ચાલતા સ્પા ઉપર કાર્યવાહી કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG અને પેરોફર્લો સ્ક્વોડની કુલ 10 ટીમ તૈયાર કરવામાં આવી છે. જોકે, આ 10 ટીમ દ્વારા 30 જગ્યા પર ચેકિંગ હાથ ધરી માત્ર 3 સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ તેની સામે આજે યુનિવર્સિટી પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. જેમાં બે શખ્સની ધરપકડ કરી છે. આ બંને ગ્રાહક પાસેથી 2 હજાર પડાવી દેહવ્યાપાર કરતી યુવતીને 800 રૂપિયા જ આપતા હતા.SOG અને પેરો ફર્લો સ્ક્વોડની 10 ટીમ દ્વારા ગઇકાલે નાટ્યાત્મક રીતે સ્પામાં દરોડા કર્યા હતા. જેમાં 30 જગ્યા પર ચેકિંગ કરી 3 સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે બીજી તરફ હકીકત કંઇક અલગ જ સામે આવી છે અને પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બ્રાન્ચમાં કામ કરતા અધિકારીઓની પોલ ખોલી દીધી છે. રાજકોટ ગાંધીગ્રામ 2 (યુનિવર્સિટી) પોલીસ દ્વારા શહેરના યુનિવર્સિટી રોડ પર શુભધારા કોમ્પલેક્ષ મયુર ભજીયા ઉપર બીજા માળે આવેલા લક્ઝરિયસ સ્પામાં રેઇડ કરી સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું પકડી પાડ્યું છે.પકડાયેલા આરોપીની પૂછપરછમાં આરોપીઓ ગ્રાહક પાસેથી રૂપિયા 2000 વસુલતા હતા. જેમાંથી 800 રૂપિયા યુવતીને આપી બાકીની રકમ પોતે રાખતા હતા. સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરી પોલીસે સ્પા સંચાલક નૈતિક રામજીભાઇ કાનકડ અને ગ્રાહક વિનોદ રણછોડભાઇ ડઢાણીયાને પકડી પાડ્યા છે. જ્યારે અન્ય એક સ્પા માલિક અશ્વિન કેશવજીભાઇ ચનીયારાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.