ખેડૂત આંદોલનઃ ધરતી પુત્રો 22 જુલાઇએથી સંસદનો ઘેરાવો કરશે
Aastha Magazine
ખેડૂત આંદોલનઃ ધરતી પુત્રો 22 જુલાઇએથી સંસદનો ઘેરાવો કરશે
દેશ-વિદેશ

ખેડૂત આંદોલનઃ ધરતી પુત્રો 22 જુલાઇએથી સંસદનો ઘેરાવો કરશે

સંયુક્ત કિસાન મોરચાએ રવિવારે એલાન કર્યું છે કે, મોનસૂન સત્ર દરમિયાન સંસદ સામે કેન્દ્રના ત્રણેય કૃષિ કાયદાઓના વિરોધમાં રોજ આશરે 200 ખેડૂતોનો એક સમૂહ પ્રદર્શન કરશે. મોરચાએ વિપક્ષ સાંસદોને પણ ચેતવણી આપી છે કે, સદન દરમિયાન કાં તો અમારી અવાજ ઉઠાવે કાં તો રાજીનામું આપી દે. આ પહેલા 8 જુલાઇએ પેટ્રોલ-ડીઝલ અને LPGની કિંમતમાં વધારા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાનું એલાન પણ કર્યું છે.સંયુક્ત કિસાન મોરચો પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના વધતાં ભાવો સામે 8 જુલાઇએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે, જેમાં લોકોને રાજ્ય અને રાષ્ટ્રીય માર્ગો પર સવારે 10થી 12 વાગ્યા સુધી પોતાની ગાડીઓ પાર્ક કરવા આહ્વાન કર્યું છે. આ દરમિયાન કિસાન મોરચાએ ટ્રાફિક જામ ન કરવા લોકોને અપીલ કરી છે.કેન્દ્ર સરકારે અમલમાં લાવેલા ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં 40થી વધુ ખેડૂત સંગઠન, સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ ગત વર્ષના ડિસેમ્બરથી રાજધાની દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સંયુક્ત મોરચાએ જણાવ્યું છે કે, મોનસૂન સત્ર શરુ થયાના બે દિવસ પહેલા સદનની અંદર કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે તમામ વિપક્ષ સાંસદોને એક ચેતવણી પત્ર આપવામાં આવશે.તેમનું કહેવુ છે કે સંગઠન વિપક્ષ સાંસદોને પણ સદનમાં દરેક દિવસે આ મુદ્દો ઉઠાવવા કહીશું, જ્યારે અમે સદન બહાર વિરોધ કરીશું. જ્યાં સુધી કેન્દ્ર આ મુદ્દે સમાધાન નહીં કરે ત્યાં સુધી સત્ર ચાલવા નહીં દઇએ.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

જમ્મુ એરબેઝ હુમલામાં ચીન કનેક્શન

aasthamagazine

લોકતંત્રમાં હિન્દુ-મુસ્લિમનું પ્રભુત્વ ના હોઇ શકેઃ મોહન ભાગવત

aasthamagazine

પીએમ મોદી : ત્રીજી લહેરથી બચવા માટે સાવધાની તો પૂર્ણ રીતે રાખવાની જરૂર છે

aasthamagazine

અતિવૃષ્ટિને કારણે મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રના 1100 થી વધુ ગામો પ્રભાવિત થયા

aasthamagazine

માસ્કમુક્ત તરફ બ્રિટન : માસ્ક પહેરવું કે ન પહેરવું એ હવે લોકોની મરજી!

aasthamagazine

Leave a Comment