લોકતંત્રમાં હિન્દુ-મુસ્લિમનું પ્રભુત્વ ના હોઇ શકેઃ
Aastha Magazine
લોકતંત્રમાં હિન્દુ-મુસ્લિમનું પ્રભુત્વ ના હોઇ શકેઃ
દેશ-વિદેશ

લોકતંત્રમાં હિન્દુ-મુસ્લિમનું પ્રભુત્વ ના હોઇ શકેઃ મોહન ભાગવત

આપણે લોકતંત્રમાં રહીએ છીએ. અહીં હિન્દુઓ કે મુસલામાનોનું પ્રભુત્વ ના હોઇ શકે. માત્ર ભારતીયોનું જ પ્રભુત્વ હોઇ શકે છે. દેશમાં એક્તા વગર વિકાસ શક્ય નથી. એક્તાનો આધાર હોવો જોઇએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે મોબ લિંચિંગ, હિન્દુત્વ અને લોકતંત્રને મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે, બધા ભારતીયોનો DNA એક છે, એ પછી એ કોઇપણ ધર્મના હોય. તેમણે લિંચિગને લઇને મહત્વનું નિવેદન કરતાં કહ્યું કે, લિંચિંગમાં સામેલ લોકો હિન્દુત્વના વિરોધી છે અને લોકતંત્રમાં હિન્દુઓ કે મુસ્લિમોનું પ્રભુત્વ ના હોઇ શકે.સંઘના પ્રમુખે આગળ જણાવ્યું કે, હિન્દુ-મુસ્લિમ એક્તા ભ્રામક છે, કારણ કે તેઓ અલગ નથી પરંતુ એક છે. પૂજા કરવાની રીતને લઇને લોકો વચ્ચે ફેરફાર ન કરી શકાય. કેટલાક કામ એવા છે જે રાજનીતિ નથી કરી શકતી. રાજનીતિ લોકોને એકજુટ નથી કરી શકતી. રાજનીતિ લોકોને એકજુટ કરવાનું હથિયાર નથી બની શકતી.કાર્યક્રમને સંબોધતાં મોહન ભાગવતે એમ પણ કહ્યું કે, આ સાબિત થઇ ચૂક્યું છે કે, આપણે વિતેલા 40,000 વર્ષથી એક જ પૂર્વજના સંતાન છીએ. ભારતના લોકોનો DNA એક જેવો જ છે. હિન્દુ અને મુસલમાન બે સમૂહ નથી, અહીં એકજુટ થવા જેવુ કંઇ નથી કારણ કે તેઓ એક જ છે.તેમણે કહ્યું કે, આપણે લોકતંત્રમાં રહીએ છીએ. અહીં હિન્દુઓ કે મુસલામાનોનું પ્રભુત્વ ના હોઇ શકે. માત્ર ભારતીયોનું જ પ્રભુત્વ હોઇ શકે છે. દેશમાં એક્તા વગર વિકાસ શક્ય નથી. એક્તાનો આધાર હોવો જોઇએ રાષ્ટ્રવાદ. RSS પ્રમુખે એમ પણ જણાવ્યું કે, જો કોઇ હિન્દુ એમ કહે છે કે મુસલમાન અહીં રહી ના શકે તો એ વ્યક્તિ હિન્દુ નથી. ગાય એક પવિત્ર પશુ છે, પરંતુ જે લોકો બીજાઓને મારી રહ્યા છે તેઓ હિન્દુત્વના વિરોધમાં જઇ રહ્યા છે. કાયદાએ કોઇપણ બેદભાવ રાખ્યા વગર તેમની વિરુદ્ધ કામ કરવું જોઇએ.

RSSના પ્રમુખ મોહન ભાગવત રાજધાની દિલ્હી સાથે જોડાયેલા ગાઝિયાબાદમાં આયોજિત રાષ્ટ્રીય મુસ્લિમ મંચના કાર્યક્રમમાં ડો. ખ્વાજા ઇફ્તિખાર અહેમદની લખેલી પુસ્તકનું વિમોચન કરવા ગયા હતા

Related posts

પીએમ મોદી : ત્રીજી લહેરથી બચવા માટે સાવધાની તો પૂર્ણ રીતે રાખવાની જરૂર છે

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/02/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/03/2022

aasthamagazine

માસ્કમુક્ત તરફ બ્રિટન : માસ્ક પહેરવું કે ન પહેરવું એ હવે લોકોની મરજી!

aasthamagazine

Speed News – 15/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment