અમદાવાદ : 300 મીટર લાંબો ઓવરબ્રિજ
Aastha Magazine
અમદાવાદ : 300 મીટર લાંબો ઓવરબ્રિજ
અમદાવાદ

અમદાવાદ : 300 મીટર લાંબો ઓવરબ્રિજ ડિસેમ્બરમાં ખુલ્લો મુકાશે

સાબરમતી પર બની રહેલા વિશાળ ફૂટ ઓવરબ્રિજથી અમદાવાદને નવી ઓળખ મળશે. આશરે 90 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ બ્રિજનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થઈ જશે. એપ્રિલ-2019થી બ્રિજની કામગીરી શરૂ થઈ હતી, પરંતુ કોરોનાને કારણે કામ પૂરું થવામાં વિલંબ થયો હતો. જોકે હવે કોરોનાના કેસો ઘટતાં બ્રિજનું કામ પુન: શરૂ કરાયું છે.

મ્યુનિ. સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એસઆરએફડીસીએલ)ના જયેશ પટેલે કહ્યું કે, બ્રિજ તૈયાર કરવા આશરે 2100 ટન લોખંડનો ઉપયોગ થયો છે. 300 મીટર લાંબા બ્રિજને તૈયાર કરવા આઈઆઈટી ચેન્નઈ અને રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગના ડિઝાઇન ખાતાની મંજૂરી બાદ બ્રિજ બનવાની શરૂઆત થઈ હતી. ડિસેમ્બર-2021 સુધીમાં રાહદારીઓ, સાઇકલચાલકો માટે તેનો ઉપયોગ શરૂ થઈ શકશે શહેરીજનોને ફરવા માટેનું આ વધુ એક સ્થળ મળી રહેશે. અહીં બ્રિજની ઉપર જ બાંકડા પણ મૂકવામાં આવશે, જેથી લોકો અહીં બેસીને નદીનો નજારો માણી શકશે. બાંકડાની આસપાસ ફ્લાવરનું પ્લાન્ટેશન પણ કરવામાં આવશે, જેથી બ્રિજ વધુ સુંદર લાગશે. બ્રિજ પર સાઇકલિંગ પણ કરી શકાશે.

Related posts

Speed News – 10/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/02/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 28/02/2022

aasthamagazine

અમદાવાદ-વડોદરામાં જ નાઇટ કર્ફ્યૂ નિયંત્રણો હળવા કરવામાં આવ્યા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/04/2022

aasthamagazine

અમદાવાદ તો જાણે કોરોનાનું હોટ ફેવરિટ સ્થળ બની ગયુ

aasthamagazine

Leave a Comment