



છેલ્લા પંદર દિવસ સુધી ખાદ્ય તેલના ભાવ સ્થિર રહ્યાં બાદ કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે. કપાસિયા તેલના ભાવમાં રૂ. 40નો વધારો થતા તેલના ડબો રૂ. 2400થયો છે. તો સિંગતેલના ભાવમાં રૂ. 35નો વધારો થતા ડબાના ભાવ રૂ. 2870નો થયો છે. શુક્રવારે પણ તેલના ભાવમાં વધારો થયો હતો જે સતત બીજા દિવસે પણ જોવા મળ્યો હતો. મેના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઇ હતી. ખાદ્યતેલમાં વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલ ડબ્બો રૂ. 2800થી 2870 થયો હતો. આ પાછળ ચીનની માંગ કારણભૂત હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. સિંગતેલ છેલ્લા કેટલાય સમયથી ચાઇના સાથેના વેપાર બંધ હતો.
આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારો થતો જાય છે
દૂધ પછી હવે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો કરાયો છે. કોરોનાને લીધે દરેક પરિવારની સ્થિતિ બગડી છે. તેમાં દરેક વસ્તુના ભાવ વધારાથી ઘરનું બજેટ ખોરવાયું છે. આવકમાં ઘટાડો અને ખર્ચ વધતો જાય છે. જે સામાન્ય પરિવાર માટે મુશ્કેલ બની ગયું છે.