વરસાદના રોકાઈ જવાથી વાતાવરણમાં ઉકળાટ
Aastha Magazine
વરસાદના રોકાઈ જવાથી વાતાવરણમાં ઉકળાટ
Other

વરસાદના રોકાઈ જવાથી વાતાવરણમાં ઉકળાટ વધ્યો

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. જેના કારણે વાતાવરણમાં બફારો વધ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ થવાના કોઈ સંકેતો નથી. જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા થવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કચ્છ ઝોનમાં 12.62, ઉત્તર ગુજરાતમાં 12.82, દક્ષિણ ગુજરાતમાં 16.87, મધ્ય ગુજરાતમાં 14.85 અને સૌરાષ્ટ્રમાં 12.17 ટકા અત્યાર સુધીનો વરસાદ થયો છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 122.16 મીમી એટલે કે 4.80 ઈંચ વરસાદ થયો છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 92.8 મીમી વરસાદ વરસ્યો છે. જે છેલ્લા 7 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. છેલ્લા 7 વર્ષમાં 2015 માં સૌથી વધુ સરેરાશ 115.2 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો સરેરાશ 28 મીમી વરસાદ 2016 માં રહ્યો હતો. ઉપરાંત વર્ષ 2017 માં સરેરાશ 86.4 મીમી, વર્ષ 2018 માં સરેરાશ 65.2 મીમી, વર્ષ 2019 માં સેરાશ 89.6 મીમી અને વર્ષ 2020 માં સરેરાશ 73.2 મીમી વરસાદ નોંધાયો હતો. વેધર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ચાલુ સાલે ઉત્તર ગુજરાતમાં ચોમાસુ તેના નિયત સમય કરતાં 8 દિવસ વહેલું શરૂ થયું હતું.

Related posts

પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 23/02/2022

aasthamagazine

એસબીઆઈ : ચાર વખત જ એટીએમ-બેંકની કોઈપણ બ્રાન્ચથી સર્વિસ ચાર્જ વગર લેવડ દેવડ કરી શકશે

aasthamagazine

બજેટ સમયે રાહુલ ગાંધી માથું પકડીને બેઠેલા જોવા મળ્યા

aasthamagazine

હિમાચલ 100 ટકા કોવિડ રસીકરણ કરનારૂ દેશનું પહેલુ રાજ્ય

aasthamagazine

ફૂડ પ્રોડક્ટ્સની ક્વૉન્ટિટી ઘટી, કિંમતમાં વધારો

aasthamagazine

Leave a Comment