



(જાની ભૂમિકા,અકાળા,તા. લાઠી, જિ.અમરેલી-મો. 8141465390)
આપણે પણ જાણીએ છીએ કે માણસને સ્વતંત્રતા ખૂબ જ ગમે છે અને તેમજ ફરવું પણ ખૂબજ ગમતું હોઇ છે જયાં તેને બધું જ જાણવા મળે છે અને શીખવા મળે છે. અને ફરવું પણ જોયે અને બધું જ જાણવું પણ જોયે. સ્વતંત્રતા યે દરેક વ્યકિતને ગમે છે. અને સ્વતંત્ર વ્યકિત યે દુનિયાના દરેક ખૂણે ફરીને બધું જાણે છે અને જોવે છે અને જોવું પણ જોયે. અને તેમજ વ્યકિત બધું જાણીને ખુશ પણ થાય છે. અને ખૂબ જ આનંદ પણ પ્રાપ્ત કરે છે. મનથીયે ખૂબ જ ખુશ થઇ જાય. છે કારણ કે તે સ્વતંત્રતાને અનુભવ કરાતો હોઇ છે અને સ્વતંત્રતા જ બધાને ગમે છે. બંધન કોઇને પણ ગમતું નથી. સ્વતંત્ર વ્યકિત પોતાનું જીવન યે પોતાની ઇચ્છા મુજબનું જીવન જીવે છે. રોકટોક ગમતી નથી. પછી કારણ કે તેને સ્વતંત્રતા ગમતી હોય છે. પરંતુ બંધનમાં રહેતી વ્યકિતએ બંધનથી ઘેરાયેલું હોઇ છે. અને જવાબદારીવાળું જીવનમાં વ્યકિત પોતાના માટે જ વિચારવાનું ભુલી જાય છે. કારણ કે તે બીજાનો જ વિચાર કરતો હોઇ છે. અને તેમજ અને કહેવાય છે ને કે જે વ્યકિત પોતાના માટે વિચાર નથી કરતો પરંતુ બીજાનો વિચાર કરે છે. પરમાત્મા તેના માટે વિચાર કરે છે અને તેમજ કહેવાય છે ને એક પક્ષી આકાશ સ્વતંત્ર રીતે ઉડતું હોઇ છે. પરંતુ તે પણ તેમનો માળો બાંધીને રહે છે. પક્ષીયે ગમે તેટલો આકાશમાં ઉડતો હોઇ છે છતાં પણ તેમને તેમનું એક ઘર બનાવીને ત્યાં તે રહે છે. સ્વતંત્ર વ્યકિતયે ગમે તેટલું બહાર ફરે પરંતુ તેમને પણ તેમનું ઘર યાદ આવે જ છે અને તેમજ કોઇ વ્યકિત સ્વતંત્ર થઇને પણ તેમને ગમતુ નથી અને તેમજ તે જો દુનીયાનાગમે તે ખુણે હોઇ ફરતો હોઇ કે આનંદમાં રહેવા માટે તે કેટલા પ્રયાસો કરતો હોઇ પરંતુ તે જો તેમના મનથી જ ખુશના હોઇ તો તે દુનિયાના કોઇપણ ખુણે જઇને ખુશ નહી થઇ શકે અને તેમજ ઘણીવાર બંધનમાં રહેવાવાળી વ્યકિત પણ ખુશ હોઇ છે. કારણ કે તે મનથી ખુશ હોઇ છે એટલે અને તેમજ કોઇપણ વ્યકિતયે દુનિયા જોવા અને તેમજ જાણવા માટે ગમે તેટલો ફરે પરંતુ તેમને મનથી શાંતિ અને સુકુન તેમના પોતાના ઘરેે આવીને જ મળશે. કારણ કે ત્યાં તેમનો પરિવાર હોય છે. અને તેમજ કોઇપણ વ્યકિતનો મહેલ હોઇ કે પછી ઝુંપડું હોઇ પરંતુ વ્યકિતનું પોતાનું હોઇ એટલે મનમાં પરમ આનંદની પ્રાપ્તી થાય છે. કારણ કે તે પોતાનું છે અને તેમજ પોતાના ઘરમાં જ તેમને મનની શાંતી અને સુકુન મળે છે. કારણ કે ત્યાં તેમનો પરિવાર હોઇ છે મા-બાપ હોય છે જયા તેમને મા-બાપ પાસેથી ખુબ જ પ્રેમ મળે છે અને તેમજ પરિવાર સાથે રહીને જે આનંદ મળતો હોઇ છે તે અદભૂત આનંદ હોય છે અને તેમજ કહેવાય છે ને દુનિયાનો છેલ્લો છેડો એટલે ઘર જયાં વ્યકિત શાંતિથી અને સુકુનથી રહી શકે છે. કારણ કે ત્યાં પોતાના ઘરમાં મા-બાપ અને ભાઇ – બહેન હોય છે. જયા પ્રેમ, લાગણી બધું જ મળતું હોય છે. અને તેમજ એટલે તો કહેવાય છે કે વ્યકિત ગમે તેટલો બહાર ફરે પણ સુકન તો તેને તેમના ઘરે જ મળે છે. ખુશી બહાર ગોતવા તો નથી જવાતી પણ મનથી વ્યકિત ખુશ હોઇ એટલે દુનિયાના કોઇ પણ છેડે જાય એટલે કે તે શુખ જ હોય છે અને તેમજ તે ઘરે હોય તો પણ તે ખુશ જ હોય છે. બસ તે મનથી ખુશ હોવો ખૂબજ જરૂરી હોય છે. મનની શાંતિ અને સુખ અનુભવ કરે છે.
2 comments
khub saras
👌👌keep it up